-
સાઉથની ફેમસ અભિનેત્રી કીર્તિ સુરેશનો આજે જન્મદિવસ છે. કીર્તિ સુરેશનો જન્મ 17 ઓક્ટોબર 1992માં તમિલનાડુના ચેન્નઇમાં થયો છે.
-
કીર્તિ સુરેશના પિતા સુરેશ કુમાર એક મલયામલ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક છે. કીર્તિ સુરેશની માતા મેનકા સુરેશ કુમાર પૂર્વ અભિનેત્રી રહી ચૂકી છે.
-
કીર્તી સુરેશ વિશે વાત કરીએ તો તેણે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પર્લ એકેડેમી ચેન્નઇથી ફેશન ડિઝાઇનરનો કોર્ષ કર્યો છે.
-
કીર્તિ સુરેશે ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2000માં મલયાલમ ફિલ્મ ‘પાયલટ’થી એક બાળ કલાકારના રૂપમાં કરી હતી. ખરેખર તો કીર્તિ સુરેશને વર્ષ 2013માં મલયાલમ ફિલ્મ ‘ગીતાજંલિ’માં ગીતા અને અંજલિની મુખ્ય ભૂમિકા નિભાવી લોકોના દિલોમા સ્થાન બનાવ્યુ હતું.
-
આ બાદ કીર્તિ સુરેશ ઘણી ફિલ્મોમાં શાનદાર પર્ફોમન્સ આપી ઘણા એવોર્ડ પોતાના નામે કર્યાં છે. જેમાં ત્રીજો દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, 16મો એશિયાનેટ ફિલ્મ એવોર્ડ, એડિસન એવોર્ડ તથા સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડનો સમાવેશ થાય છે.
-
કીર્તિ સુરેશની યાદગાર ફિલ્મો વિશે વાત કરીએ જેને લોકો આજે પણ જોવાનું પસંદ કરી રહ્યાં છે. ભારતની પ્રથમ મહિલા સુપરસ્ટાર સાવિત્રીની બાયોપિક ‘મહાનટી’માં કીર્તિ સુરેશ શાનદાર એક્ટિંગ કરી છે. જેને પગલે અત્રિનેત્રીને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.
-
કીર્તિ સુરેશની બીજી ફિલ્મ ‘નેનુ શૈલજા’ જે અત્રિનેત્રીની ટોલિવૂડમાં પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. જે દર્શકોને ખુબ પસંદ આવી હતી. ‘થાના સેરંઘા કૂટમ અને નેનુ લોકલ’ આ ફિલ્મ બોલિવૂડ ફિલ્મ સ્પેશયલ 26ની તમિલ રીમેક છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે, ફિલ્મમાં પ્રથમવાર કીર્તિ અને એક્ટર નાની નજર આવ્યાં હતા.
