નવા વર્ષમાં OTT પર જોવા મળશે ક્રાઇમ અને થ્રિલરથી ભરપૂર, જાણો કઇ ફિલ્મો થશે રિલીઝ
OTT 2025 Crime And Thriller Film : નવા વર્ષની હવે તૈયારીઓ છે. આ નવા વર્ષમાં ઓટીટી પર ઘણી ક્રાઇમ અને થ્રિલર ફિલ્મો રિલીઝ થવાની છે. અહીં કેટલીક ખાસ ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ
Dabba Cartel : શાલિની પાંડે, શબાના આઝમી, આકાશદીપ સિંહ, જ્યોતિકા, જીશુ સેનગુપ્તા અને ગજરાજ રાવ અભિનીત આ ફિલ્મ એક ડ્રામા થ્રિલર શ્રેણી છે. હિતેશ ભાટિયા દ્વારા નિર્દેશિત અને ફરહાન અખ્તર અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. (Photo- PR)
Bandwaale : શાલિની પાંડે, ઝહાન કપૂર, સ્વાનંદ કિરકિરે, સંજના દીપુ, આશિષ વિદ્યાર્થી અને અનુપમા કુમાર દ્રારા નિર્દેશિત આ શો નું નિર્દેશન અક્ષત વર્મા અને અંકુર વર્માએ કર્યું છે. તે Netflix પર ઉપલબ્ધ થશે. (Photo- PR)
Chhori 2 : છોરીની સિક્વલમાં નુસરત ભરૂચા અને સોહા અલી ખાન છે. અબુદંતિયા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત અને વિશાલ ફુરિયા દ્વારા દિગ્દર્શિત આ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. (Photo- PR)
Family Man 3 : 'ધ ફેમિલી મેન સીઝન 3' રાજ અને ડીકે દ્વારા દિગ્દર્શિત લોકપ્રિય સિરીઝમાં મનોજ બાજપેયીની વાપસી જોવા મળશે જેમાં જયદીપ અહલાવત પણ છે. તે Amazon Prime Video પર ઉપલબ્ધ થશે.(Photo- PR)
Matka King : વિજય વર્મા અભિનીત આ શ્રેણી નાગરાજ મંજુલે દ્વારા નિર્દેશિત અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. આ એક કોટન ટ્રેડરની આસપાસ ફરે છે જે 1960ના દાયકામાં એક નવા જુગારની નવી રમત શરૂ કરે છે. આ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.(Photo- PR)
Pritam Pedro : રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત આ ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ ‘પ્રીતમ પેડ્રો’માં વિક્રાંત મેસી અને અરશદ વારસી છે. આ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. (Photo- PR)
Rakht Brahmand : રાજ અને ડીકે દ્વારા નિર્મિત આ સિરીઝમાં આદિત્ય રોય કપૂર, સામંથા રૂથ પ્રભુ, અલી ફઝલ અને વામિકા ગબ્બી છે. રાહી અનિલ બર્વે દ્વારા દિગ્દર્શિત આ એક મનોરંજક નેરેટિવ અને એક્શનનું વચન આપે છે, જે 2025ના અંતમાં Netflix પર રિલીઝ થવાની છે. (Photo- PR)