સ્વતંત્રતા દિવસ 2025 | 15 ઓગસ્ટ 2025 સ્વતંત્રતા દિવસ માટે ચિત્ર પોસ્ટર સ્પર્ધા માટે બેસ્ટ ઇમેજ આઇડિયા અહીં જાણો. ભારત દેશની આઝાદી, ધ્વજવંદન, પરેડ, રાષ્ટ્રગીત સહિત મુદ્દા સમાવતા ફોટા મેળવો.
15 મી ઓગસ્ટને હવે થોડા દિવસ બાકી છે, અહીં સ્વતંત્રતા દિવસ માટે ખાસ બાળકો માટે ડ્રોઈંગ, પોસ્ટર અને ઇમેજ આડિયાઝ આપ્યા છે, જે બાળકો માટે તેજસ્વી અને મનોરંજક સ્વતંત્રતા દિવસ (Independence Day) નું ચિત્રકામ સરળ બનાવે છે. આ ડ્રોઈંગમાં એક છોકરો ભારતીય ધ્વજ પકડીને બેગ્રાઉન્ડમાં મોટો ત્રિરંગો લહેરાવતો છે, આસપાસ 3 વાઈટ કબૂતર ઉડી રહ્યા છે. (Photo : Pinterest)
સરળ છતાં આકર્ષક સ્વતંત્રતા દિવસ ડ્રોઈંગ આડિયાઝ : આ ઇમેજમાં છોકરાના હાથમાં ભારતનો ઝંડો રાખ્યો છે, અને લહેરાવતો જોવા મળે છે તેના ફેસ પર આલવું સ્મિત છે અને પોસ્ટમાં નીચેની સાઈડમાં હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે લખેલું છે.
સ્વતંત્રતા દિવસ પર સુંદર ઇમેજ : જેમાં ઉત્સવની ઝંડી અને કોન્ફેટી સાથે ત્રિરંગો પકડી રાખેલો હાથ ઉંચો કરેલો દર્શાવવામાં આવ્યો છે. આ સરળ ઇમેજ બાળકો અને નવા નિશાળીયા માટે યોગ્ય છે જેઓ સરળ સ્વતંત્રતા દિવસના ડ્રોઈંગ આડિયાઝ શોધી રહ્યા છે.
સ્વતંત્રતા દિવસની સરળ ઇમેજ : આ ઇમેજમાં માત્ર ભારતનો ધ્વજ છે જેમાં કેસરી, સફેદ અને લીલા કલરથી ડ્રોઈંગ કરેલ છે વચ્ચે અશોકચક્ર દોરવામાં આવ્યું છે, આજુ બાજુ વાદળી આકાશમાં સફેદ છુટાછવાયા વાદળ જોવા મળે છે.
બાળકો માટે સરળ અને સુંદર સ્વતંત્રતા દિવસ ડ્રોઈંગ આડિયાઝમાં એક સૈનિક જેણે કેપ પહેરી છે અને યુનીફોર્મમાં જોવા મળે છે, સૈનિકના હાથમાં ભારતની ધ્વજ છે તે લહેરાવતો જોવા મળે છે, આ ડ્રોઈંગ સરળ છે જે બાળકો સરળતાથી ડ્રો કરી શકે છે.