દુનિયાના 5 દેશ જ્યાં ક્રિસમસ પર છે પ્રતિબંધ, ઉજવણી કરનારને થાય છે કડક સજા
Christmas: શું તમે જાણો છો કે દુનિયામાં કેટલાક એવા દેશો પણ છે જ્યાં ક્રિસમસની ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ દેશોમાં ક્રિસમસની ઉજવણી કરવા પર કડક સજાનું પ્રાવધાન છે.
Christmas: શું તમે જાણો છો કે દુનિયામાં કેટલાક એવા દેશો પણ છે જ્યાં ક્રિસમસની ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ દેશોમાં ક્રિસમસની ઉજવણી કરવા પર કડક સજાનું પ્રાવધાન છે. પછી ભલે તે ધાર્મિક કારણ હોય, સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખવાની કોશિશ અથવા રાજનૈતિક આદેશ, આ સ્થાનો પર ક્રિસમસ જેવા તહેવારોની ઉજવણી કરવાની પરમિશન આપવામાં આવતી નથી. જાણો એવા કયાં દેશ છે જ્યાં ક્રિસમસની ઉજવણી પર પ્રતિબંધ છે અને તેની પાછળ શું કારણ છે. આવો જાણીએ… (Express Photo)
ઉત્તર કોરિયા ઉત્તર કોરિયામાં ક્રિસમસની ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ત્યાંની સરકાર ધર્મને લગતા કોઈપણ પ્રકારના કામ પર ચાંપતી નજર રાખે છે. આ કારણોસર નાતાલ જેવા તહેવારો પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. (Express Photo: Subham Dutta)
લિબિયા લિબિયામાં ક્રિસમસની ઉજવણી પર કડક નિયંત્રણો છે. અહીં ધાર્મિક લઘુમતીઓ અને વિદેશી રીતિ-રિવાજોને અંકુશમાં લેવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. (Express Photo)
તાજિકિસ્તાન તાજિકિસ્તાનમાં ક્રિસમસની જાહેર ઉજવણી પર પ્રતિબંધ છે. ક્રિસમસ ટ્રીને સુશોભિત કરવા, ભેટો આપવા અને આવા કાર્યોનું આયોજન કરવા અહીં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ બધું સરકારની કડક નીતિઓ હેઠળ કરવામાં આવ્યું છે. (તસવીર: Jansatta)
સોમાલિયા સોમાલિયાની સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ધાર્મિક કારણોસર અને સમાજમાં શાંતિ જાળવવા માટે લેવામાં આવ્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)
બ્રુનેઈ બ્રુનેઈમાં જાહેરમાં ક્રિસમસની ઉજવણી પર પ્રતિબંધ છે. અહીં મુસ્લિમ પરંપરાઓ જાળવી રાખવા માટે તેના પર કડક સજા આપવામાં આવે છે. આ પ્રતિબંધનો ભંગ કરનારને સજા થઈ શકે છે. (તસવીર: સોશિયલ મીડિયા)