-
પીએમ મોદી (PM Narendra Modi) એ ગુજરાત પ્રવાસ (Gujarat Visit) ના બીજા દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન (Ahmedabad Metro Train) નો પ્રારંભ કરાવ્યો. પીએમ મોદીએ કાલુપુર રેલવે સ્ટેશન (Kalupur Railway Station) પર આજે સવારે 11 કલાકે અમદાવાદીઓને મેટ્રો ટ્રેનની ભેટ આપી.
-
પીએમ મોદીએ કાલુપુર સ્ટેશનના નવનિર્માણ અંગે માહિતી મેળવી. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમમાં 17 સ્ટેશન અને ઉત્તરથી દક્ષિણમાં 15 સ્ટેશનો એમ બે કોરિડોર પર કુલ 40 કિમી ટ્રેન દોડતી થઈ ગઈ છે
-
પ્રધાનમંત્રીએ કાલુપુરથી દુરદર્શન થલતેજ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી. પૂર્વથી પશ્ચિમનો રૂટ 21 કિમીનો છે, તો ઉત્તરથી દક્ષિણનો રૂટ 19 કિમીનો છે. અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ ફેઝમાં કુલ ખર્ચ 12 હજાર કરોડથી વધુ થયો છે
-
પીએમએ મુસાફરી દરમિયાન વિદ્યાર્થીનીઓ સાથે વાતો કરી તેમને ઓટોગ્રાફ આપ્યો. તમને એ પણ જણાવી દઈએ કે, મેટ્રો પ્રોજ્કટથી 2014થી અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટથી 910 લાખ માનવ દિવસ રોજગારનું સર્જન થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ-નિકાસ પોઇન્ટ છે.
-
પીએમ મોદી વિદ્યાર્થીનીઓ સાથે હળવા મૂડમાં. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ બન્ને કોરિડોરમાં ટિકિનો દર અલગ અલગ સ્ટેશન માટે રૂપિયા 5થી 25ની વચ્ચે રહેશે.
-
પીએમ મોદીએ મેટ્રોમાં મહિલાઓ સાથે પણ ચર્ચા કરી હતી. જો સુવિધાની વાત કરીએ તો, શનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો, ઓછી ઉંચાઇ વાળા ટિકિટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે.
-
મેટ્રો ટ્રેનમાં પીએમ મોદી સાથે ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ, સાંસદ નરહરી અમિન સહિતના નેતાઓએ મુસાફરીનો આનંદ માણ્યો હતો. અન્ય સુવિધામાં મહિલાઓ માટે ખાસ વોશરૂમ, વિશેષ ક્રૂની સુવિધા આપવામાં આવી છે. બધા સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખમાં રહેશે તેમજ એસઆરપીએફ અને ખાનગી સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે.
