Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિર રાત્રે આવી રીતે રોશનીથી ઝગમગી ઉઠે છે, તસવીરો જોઈને થઇ જશો ખુશ
Ayodhya Ram Mandir : મંદિરના સ્તંભો, દિવાલો અને છત પર દેવી-દેવતાઓની મૂર્તિઓ કોતરેલી છે. મંદિરના ફ્લોર પર ડિઝાઇનિંગ પણ કરવામાં આવ્યું છે.. મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાશે
અયોધ્યાનું રામ મંદિર લગભગ તૈયાર છે. 22 જાન્યુઆરીએ મંદિરનો અભિષેક થવાનો છે. આ બધાની વચ્ચે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મંદિરની કેટલીક તસવીરો શેર કરી છે.
તમને જણાવી દઈએ કે, રામ મંદિરના દરવાજા 23 જાન્યુઆરીથી સામાન્ય જનતા માટે ખુલશે. એટલે કે પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસથી ભક્તો રામ લાલાના દર્શન કરી શકશે. ( તસવીરો : @ShriRamTeerth/twitter)