Health Benefits Of Beetroot : બીટ ખાવાના ફાયદા, ડાયાબિટીસના દર્દીઓએ આટલું કરવું સેવન
Health Benefits Of Beetroot : બીટરૂટમાં વિટામિન સી, પોટેશિયમ અને આયર્ન સહિતના વિટામિન્સ અને ખનિજોની હાજરી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં, એનર્જી લેવલમાં સુધારો અને લાલ રક્તકણોના ઉત્પાદનમાં વધારો કરવામાં ફાળો આપે છે.
બીટએ એક કંદમૂળ છે, બીટનો સ્વાદ મોટાભાગના લોકોને પસંદ નથી,પરંતુ બીટરૂટ હકીકતમાં, ફાઇબર અને ખનિજોનો વિશાળ સ્ત્રોત છે, અહીં પૌષ્ટિક ખોરાક બીટ વિષે વિગતવાર જાણો,
બીટનો કલર ઘેરો લાલ હોય છે, ચીફ ડાયટિશિયન,રિચા આનંદ અનુસાર, ''બીટરૂટનો વાઇબ્રન્ટ લાલ કલર બીટાલેન્સને આભારી છે, જે એન્ટીઑકિસડન્ટ છે જે વિવિધ સ્વાસ્થ્ય લાભો સાથે સંકળાયેલા છે.''
તેમણે ઉમેર્યું હતું કે બીટ સાથે જોડાયેલા પાંદડા) પણ ખાદ્ય હોય છે અને તે પોષકતત્વો ધરાવે છે, જે વિટામિન A અને K, તેમજ અન્ય ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ હોય છે.
કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને વધારે: બીટરૂટમાં જોવા મળતા નાઈટ્રેટ્સનું હાઈ લેવલના બ્લડ પ્રેશરમાં સુધારો કરીને અને રક્ત પ્રવાહમાં વધારો કરીને કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારી શકે છે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે: બીટરૂટમાં વિટામિન સી, પોટેશિયમ અને આયર્ન સહિતના વિટામિન્સ અને ખનિજોની હાજરી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં, એનર્જી લેવલમાં સુધારો અને લાલ રક્તકણોના ઉત્પાદનમાં વધારો કરવામાં ફાળો આપે છે.
શું ડાયાબિટીસના દર્દીઓ બીટરૂટનું સેવન કરી શકે છે? ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ માટે, બીટરૂટને ખરેખર સંતુલિત આહારના ભાગ રૂપે સામેલ કરી શકાય છે, પરંતુ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે.
બીટરૂટ કાર્બોહાઇડ્રેટ્સનો સ્ત્રોત છે, મુખ્યત્વે કુદરતી શર્કરાના રૂપમાં હોય છે, ડાયાબિટીસના દર્દીઓએ તેમના બ્લડ સુગર લેવલ અસરકારક રીતે કંટ્રોલ કરવા માટે તેમના કાર્બોહાઇડ્રેટના સેવનનું સંચાલન કરવાની જરૂર છે. તેથી, બીટરૂટનું સેવન પ્રમાણસર કરવું હિતાવહ છે.
બીટરૂટમાં મધ્યમ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) મૂલ્ય હોય છે, જે બ્લડ સુગર લેવલમાં ધીમે ધીમે વધારો કરી શકે છે.જો કે, જ્યારે સંતુલિત ભોજનના ભાગ રૂપે ખાવામાં આવે છે જેમાં પ્રોટીન, હેલ્થી ફેટ અને ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ થાય છે, ત્યારે બ્લડ સુગર લેવલ પરની એકંદર અસરને ઘટાડી શકાય છે.