મખનામાં એન્ટી- એજિંગ પ્રોપર્ટીઝનો ખૂબ જ સારો સ્ત્રોત રહેલો હોય છે. આ ઉપરાંત તેમાં એમિનો એસિડ પણ ભરપૂર માત્રામાં રહેલો છે. આવી સ્થિતિમાં આહારમાં મખાનાનો સમાવેશ કરવાથી વૃદ્ધત્વના લક્ષણોથી દુર થાય છે.
મખાના વજન ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે પેટ ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
જ્યારે શરીરમાં ફ્રી રેડિકલ્સ વધવા લાગે છે ત્યારે તેના કારણે વ્યક્તિને શારીરિક અને માનસિક તણાવ રહેવા લાગે છે. પરંતુ જો તમે દૂધમાં પલાળેલા મખાના ખાશો તો તેનાથી તમારો થાક અને નબળાઈ દૂર થઈ શકે છે.