Winter Adventure Travel Destinations : શિયાળામાં હિમવર્ષા અને આઈસ ગેમ્સ સાથે એડવેન્ચર એક્ટિવિટીની મજા માણવા લાયક હોય છે. અહીં એડવેન્ચર ટુર માટે 4 પ્રવાસ સ્થળની જાણકારી આપી છે, જ્યાં સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ, આઈસ સ્કેટિંગ, ગોંડોલા, હેલી સ્કીઇંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી શકાય છે.
Winter Adventure Travel Destinations : શિયાળામાં એડવેન્ચર ટુર માટે પ્રવાસ સ્થળ શિયાળાની ઠંડીમાં ફરવા માટે હિલ સ્ટેશન અને ઠંડા વિસ્તારો શ્રેષ્ઠ પ્રવાસ માનવામાં આવે છે. ભારતના ઘણા સ્થળોએ શિયાળામાં હિમ વર્ષા થાય છે. બરફ વર્ષા થયા બાદ અહી વિન્ટર એડવેન્ચર એક્ટિવિટી માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. જો તમે પણ વિન્ટર એડવેન્ચર ટુરની મજા માણવા ઇચ્છો છો તો અહીં અદભૂત 4 પ્રવાસ સ્થળ વિશે જાણકારી આપી છે, જ્યાં બરફમાં સાહસિક પ્રવૃત્તિનો આનંદ માણી શકાય શકાય છે. (Photo: Freepik)
ગુલમર્ગ ગુલમર્ગ કાશ્મીરનું સૌથી પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે, જ્યાં શિયાળામાં ભારે હિમ વર્ષા બાદ હિમાલયના પહાડ બફરની ચાદર ઓંઢી લે છે. આથી જ ગુલમર્ગને ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે. અહીં બરફમાં રમાતી એડવેન્ચર એક્ટિવિટી રોમાંચક હોય છે. ગુલમર્ગ પીરપંજા રેન્જની સુંદર ઘાટી છે. અહીંન સુંદરતા પ્રવાસીઓને મંત્રમુગ્ઘ કરે છે. અહીં સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ, આઈસ સ્કેટિંગ, ગોંડોલા, હેલી સ્કીઇંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી શકાય છે. (Photo: Freepik)
ઔલી ઉત્તરાખંડનું ઔલી હિલ સ્ટેશન હરિદ્વારથી પણ નજીક આવેલું છે. શરીરમાં અહીં કાશ્મીર જેવું વાતાવરણ હોય છે, જેથી તેને મિનિ કાશ્મીર પણ કહેવાય છે. સ્કીઇંગ, આઈસ સ્કેટિંગ અને સ્નોબોર્ડિંગ જેવી સાહસિક પ્રવૃતિઓ પ્રવાસીઓને અહીં ખેંચી લાગે છે. સુંદર અને શાંતિ વાતાવરણ મનને નિરાંત આપે છે. (Photo: Freepik)
સોલાંગ ઘાટી સોલાંગ ઘાટી હિમાચલ પ્રદેશમાં આવેલી છે, જ્યાંથી મનાલી બહુ નજક છે. એડવેન્ચર લવર માટે આ સ્થળ ઉ્તમ છે. અહીં પેરાગ્લાઇડિંગ, જોર્બિંગ, એટીવી રાઇડ, રોક ક્લાઇમ્બિંગ, રેપલિંગ, રિવર ક્રોસિંગ, સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ અને સ્નો ટેકિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી પ્રવાસીઓને આકર્ષિત કરે છે. મનાલીથી નજીક હોવાના કારણે સોલાંગ ઘાટીમાં પ્રવાસીઓની સંખ્યા વધારે હોય છે. અહીં ભારતનું એક માત્ર અટલ બિહારી ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનરિંગ એન્ડ એલાઇડ સ્પોર્ટ્સ છે, જ્યાં ડિસેમ્બર જાન્યુઆરીમાં દર વર્ષે સ્કીઇંગ ફેસ્ટિવલ થાય છે. (Photo: Freepik)
નારકંડા શિમલાથી લગભગ 65 કિમી દૂર સ્થિત નારકંડા હિમાચલ પ્રદેશનું અત્યંત સુંદર જોવાલાયક સ્થળ છે, હિમવર્ષાના સમયે નારકંડા એડવેન્ચર એક્ટિવિટી લવર માટે ઉત્તમ ટુર ડેસ્ટિનેશન છે. સ્નોફોલમાં અહીં ફરવાની અદભૂત મજા પડે છે. અહીં સૌથી વધુ સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગની મજા માણી શકાય છે. (Photo: Freepik)