બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ગુરુવારે સાંજે કચ્છના જખૌ નજીક લેન્ડફોલ થયું હતું. આ પછી વાવાઝોડાએ ઘણું નુકસાન કર્યું છે. જોકે હવે જનજીવન ધબકતું થઇ રહ્યું છે. ક્યાં સુધી વાવાઝોડાની બીક રાખીને માણસ બેસી રહે. પેટનો ખાડો પુરવા અને પરિવારનું ભરણપોષણ કરવા માટે બહાર તો નીકળવું જ પડે. (Express photo Nirmal Harindran)
આ જમાનામાં સંકટના સમયમાં માણસ-માણસનો સાથ છોડી દેશે પણ પ્રાણીઓ હંમેશા વફાદાર રહેશે. બિપરજોય જેવા ખતકનાક વાવાઝોડા સમયે કેટલાક વ્યક્તિઓ સાથે બે કૂતરા પણ જઈ રહ્યા છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વફાદાર કુતરા સાથ છોડતા નથી. બન્ને એકબીજાને વાવાઝોડામાં સથવારો આપે છે.(Express photo Nirmal Harindran)
લેન્ડફોલ થયેલા બિપરજોય વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. ભારે પવન અને અતિથી અતિભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં ઘણું નુકસાન થયું હતું. (Express photo Nirmal Harindran)