Car AC Tips: કારમાં એસી કુલિંગ નથી આપતું? આ ટીપ્સ અપનાવો ઉનાળામાં મુસાફરી બનશે મજેદાર
Car AC Maintenance Tips In Summer: કારમાં એસી લગાવવાથી ઉનાળામાં મુસાફરી આરામદાયક રહે છે. અહીં આપેલી એસી મેન્ટેનન્સ ટીપ્સ અનુસરી તમે ઉનાળાની ગરમીમાં ઝડપથી કાર કેબિનને ઠંડીગાર કરી શકાય છે.
Car AC Maintenance Tips In Summer: ઉનાળા ગરમી અને તડકાથી બચવા અને આરામદાયક મુસાફરી કરવા માટે તમારી કાર એકદમ આરામદાયક છે કારણ કે તે એસી એટલે કે એર કન્ડિશનિંગ સિસ્ટમ (AC)થી સજ્જ છે. અમુક લોકો દરેક સિઝનમાં કારમાં એસી ફીચરનો ઉપયોગ કરે છે, પરંતુ અમુક લોકો એર કન્ડિશનિંગ સિસ્ટમ એટલે કે કાર એસીનો ઉપયોગ ઉનાળામાં જ કરવાનું પસંદ કરે છે. (Photo - Freepik)
કાર એસી મેન્ટેનન્સને નજર અંદાજ ન કરો મોટાભાગના લોકો ઘણીવાર કાર એસીના મેન્ટેનન્સને નજર અંદાજ કરતા હોય છે. એસી મેન્ટેનન્સની ટીપ્સ આપવામાં આવી છે, જે કારમાં મુસાફરી દરમિયાન એસી યોગ્ય રીતે કામ કરવામાં અને વાહનના આંતરિક પાર્ટ્સને ઠંડા રાખવામાં મદદરૂપ બનશે. (Photo - Freepik)
તમારી કાર એસી સર્વિસ કરાવો ઘણા લોકો એસીની સર્વિસને નજર અંદાજ કરે છે. જે લોકો હંમેશા કારમાં એસીનો ઉપયોગ કરે છે તેમણે મેન્ટેનન્સ દરમિયાન સમય સમય પર ફિલ્ટર બદલાવવું જોઈએ. જો કારના એસીનો ઉપયોગ ઓછો થાય છે, તો લિક, રેફ્રિજન્ટ લેવલ અને બ્લોકેજ સહિત સંપૂર્ણ એસી ચેક કરાવો. ઉપરાંત, તે પાર્ટ્સની સર્વિસ કરાવો જે એસીને પાવર આપે છે અને મહત્વપૂર્ણ પાર્ટ્સને લુબ્રિકેન્ટ કરાવો. (Photo - Freepik)
કારની એસીનો નિયમિત ઉપયોગ કરો તમારી કારમાં એસીનો નિયમિતપણે ઉપયોગ કરો. લેટેસ્ટ કારમાં ટેમ્પરેચર કંટ્રોલ કરવાનો વિકલ્પ પણ છે, આવી સ્થિતિમાં ACને હંમેશા કૂલ મોડમાં રાખવાની જરૂર પડતી નથી. કારના એસીનો દરરોજ ઉપયોગ કરવાથી તમામ પાર્ટ્સ સારી સ્થિતિમાં રાખવામાં મદદ મળે છે અને જો કોઈ સમસ્યા ઊભી થાય તો તમે ઉનાળાની પણ તેને રિપેર કરાવી શકો છો. (Photo - Freepik)
એસીનું સેટિંગ્સ ધીમે ધીમે વધારો કારના એસીને મેન્ટેનન્સ રાખવા ાટે એક સરસ ટીપ્સ એ છે કે તમે કાર સ્ટાર્ટ કરતાની સાથે જ એસીને ફુલ મોડમાં ચાલુ કરશો નહીં. તેના બદલે એસી ચાલુ કરવાની પહેલા તમારી કારના એન્જિનને થોડીવાર ઓન રહેવા દો. સૌથી લો સેટિંગથી શરૂ કરો, ગરમ હવાને બહાર જવા માટે બારીઓ ખોલો અને પછી ધીમે ધીમે એસીનું કુલિંગ વધારો. આ સલાહ તમને જૂના જમાનાની લાગી શકે છે, પરંતુ તે એકદમ અસરકારક છે. (Photo - Freepik)
એસીના ફિલ્ટર્સ સાફ રાખો એસીમાં ફિલ્ટર આવે છે, જે સામાન્ય રીતે કારની કેબિનની અંદર લાગેલા હોય છે. ઉનાળામાં તડકાથી બચવા માટે કારની કેબિન કુલ રાખવા માટે એસીનો ઉપયોગ સૌથી વધુ જરૂરી છે. આવા સમયે એસીનું ફિલ્ટર બદલવું જોઈએ. ફિલ્ટર બદલવું એ ખૂબ જ સરળ કાર્ય છે અને તેમાં થોડી જ મિનિટો લાગે છે, જો તમે આ કામ જાતે કરી શકો છો, તો તેનાથી વધુ સારું શું હોઈ શકે. (Photo - Freepik)
કાર છાંયડામાં પાર્ક કરો ઉનાળામાં કારને છાંયડામાં પાર્ક કરો. આમ કરવાથી તમે કાર વધુ ગરમ નહીં થાય. તેમજ જ્યારે તમે કાર ચાલુ કરો છો ત્યારે ઝડપથી કુલ થઇ જાય છે. એસી સિસ્ટમને કાર કેબિનને કૂલ કરવા માટે વધુ મહેનત કરવી પડતી નથી. (Photo - Freepik)