Hill Station: ભારતનું મીની સ્વિત્ઝરલેન્ડ છે આ હિલ સ્ટેશન, વિદેશીઓ માટે No Entry
Uttarakhand Hill Station Chakrata Trip: ઉત્તરાખંડનું ચકરાતા હિલ સ્ટેશન ભારતનું મીની સ્વિત્ઝરલૅન્ડ છે. 159 વર્ષ જુના આ હિલ સ્ટેશન પર આવવા અંગ્રેજોએ એક સમયે ભારતીયો માટે પ્રતિબંધ મૂક્યો હતો.
ઉત્તરાખંડના હિલ સ્ટેશનનો પ્રવાસ ઉત્તરાખંડમાં ઘણા હિલ સ્ટેશન છે,જેમા નૈનીતાલ, મસુરી, ઔલી, લાન્સડાઉન, ઋષિકેશી વગેરે સૌથી વધુ પ્રખ્યાત છે. જો કે ઘણા હિડન હિલ સ્ટેશન પણ છે જે કુદરતી સૌંદર્યના મામલે નૈનીતાલ અને મસુરીને પણ ટક્કર આપે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ હિલ સ્ટેશન પર માત્ર ભારતીયો જ ફરવા આવી શકે છે. અહીં વિદેશી પ્રવાસીઓને No Entry છે. (Photo: Social Media)
ચકરાતા હિલ સ્ટેશન ચકરાતા હિલ ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લામાં આવેલું છે. ચકરાતાની પશ્ચિમમાં હિમાચલ પ્રદેશ અને પૂર્વમાં મસુરી - ટિહરી ગઢવાલ છે. ચકરાતાને ભારતનું મીની સ્વિત્ઝરલૅન્ડ પણ કહેવાય છે. ચકરાતા હિલ સ્ટેશન દરિયાની સપાટીથી 2118 મીટર ઉંચાઇ પર આવેલું છે. વાદળોથી ઉપર પર્વત પર રહેવાનો અનુભવ યાદગાર રહે છે. હિમાચલની પર્વતમાળામાં આવેલું હોવાથ ચકરાતા હિલ સ્ટેશન ઉનાળામાં ફરવાની મજા પડે છે. (Photo: Social Media)
ચકરાતા હિલ સ્ટેશન 159 વર્ષ જુનું ચકરાતા હિલ સ્ટેશન 159 વર્ષ જુનું છે. ચકરાતા હિલ સ્ટેશન અંગ્રેજોએ વર્ષ 1866માં વસાવ્યું હતું. અહીં બ્રિટિશ અધિકારીઓ ફરવા આવતા હતા. બ્રિટિશ અધિકારીઓએ તે સમયે ચકરાતામાં ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. જો કે હાલ વિદેશી નાગરિકોને ચકરાતા આવવવા પર મનાઇ છે. (Photo: Social Media)
ચકરાતા હિલ સ્ટેશન પર જોવાલાયક સ્થળો ચકરાતા હિલ સ્ટેશન પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. ચકરાતા હિલ સ્ટેશન પર ટાઇગર ફોલ્સ, બુધેર ગુફા, દેવવન, લાખામંડળ મંદિર, રામ તાલ ઉદ્યાન અને ચિલમિરિ લેક સહિત ઘણા જોવાલાયક સ્થળો છે. ચકરાતા ટોન્સ અને યમુના નદીઓ વચ્ચે આવેલું છે. ચકરાતા દહેરાદૂનથી 92 કિમી દૂર છે. ચકરાતાથી સૌથી નજીકના એરપોર્ટ અને રેલવે સ્ટેશન દહેરાદૂનમાં આવેલા છે. (Photo: Social Media)
ચકરાતા હિલ સ્ટેશન પર વિદેશીઓને No Entry ચકરાતા હિલ સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે, અહી માત્ર ભારતના નાગરિકો જ ફરવા આવી શકે છે. વિદેશી નાગરિકો ચકરાતા ફરવા આવી શકે છે. કારણ કે, ચકરાતામાં આર્મી બેઝ કેમ્પ છે. આથી દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ચકરાતા બહુ મહત્વપૂર્ણ સ્થળ છે. (Photo: Social Media)
ચકરાતા હિલ સ્ટેશન ફરવાનો શ્રેષ્ઠ સમય ચકરાતા હિલ સ્ટેશન હિમાયલની પર્વતમાળામાં આવેલું છે. આથી શિયાળામાં અહીં ભારે હિમ વર્ષા થાય છે. અહીં ફરવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી જુન જુલાઇ સુધીનો છે. આ સમયગાળા દરમિયાન વાતાવરણ સુખદ હોય છે. (Photo: Social Media)
ચકરાતા હિલ સ્ટેશન પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગ સમાન ચકરાતા હિલ સ્ટેશન પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગ સમાન સ્થળ છે. ગંગનચુંબી હિમાલયના પહાડ, ઉંચા દેવદારના વૃક્ષો, ખીણ, નદી, ઝરણાં, સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોઇ પ્રવાસીઓ આનંદિત થાય છે. (Photo: Social Media)