-
8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે. ત્યારે ગઇકાલે સતત બીજી વાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂંક થતાં તેને અને તેમના નવા મંત્રીમંડળે શપથ લીધા હતા.
-
મુખ્યમંત્રી તરીકે ફરી ભૂપેન્દ્ર પટેલના નામ પર મુહર લાગતા તેમના પત્ની હેતલ પટેલ અને પરિવાર માં અંબાના આશીર્વાદ માટે અંબાજી ખાતે પહોંચ્યા હતા.
-
અંબાજી ખાતે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હેતલ પટેલ અને અન્ય પરિજનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કુમ કુમ અને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું.
-
આ બાદ તેમણે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માં અંબાની આરાધના કરી ભક્તિમાં લીન થયા હતા. .
-
માં અંબાની પૂજા મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
-
માં અંબાની આરાધના આશિષ લીધા બાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી હતી.
