મુરલી વિજયથી લઈને ડી કોક સુધી, આ ક્રિકેટરોએ 2023માં નિવૃત્તિની જાહેરાત કરી
Cricketers Retired In 2023 : આ વર્ષે 3 ભારતીય ખેલાડીઓ સિવાય વિશ્વભરમાં ઘણા એવા ક્રિકેટરો હતા જેઓ 2023માં નિવૃત્ત થયા હતા. આવો જાણીએ કેટલાક પસંદગીના ખેલાડીઓ વિશે.
ઓપનર મુરલી વિજયે 30 જાન્યુઆરી, 2023 ના રોજ ક્રિકેટને વિદાય આપી. મુરલી વિજય ભારત માટે 61 ટેસ્ટ, 17 ODI અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. (ફોટો સોર્સ-X)
ઓલરાઉન્ડર ગુરકીરત સિંહ માને નવેમ્બર 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 33 વર્ષીય ગુરકીરત સિંહ માન ભારત માટે 3 વનડે રમી ચૂક્યા છે. (ફોટો સોર્સ-X)
ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2023ની એશિઝ શ્રેણી દરમિયાન રમી હતી. બ્રોડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 847 વિકેટ સાથે પોતાની કારકિર્દીનો અંત આણ્યો હતો. (ફોટો સોર્સ-X)
દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે 2023 ICC ક્રિકેટ વર્લ્ડ કપ પછી ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હવે તે માત્ર T20 રમતા જોવા મળશે. (ફોટો સોર્સ-X)
વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર સુનીલ નારાયણે આ વર્ષે નવેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. સુનીલ નારાયણે 6 ટેસ્ટ, 65 ODI અને 49 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. (ફોટો સોર્સ-X)
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મેગ લેનિંગે પણ આ વર્ષે ક્રિકેટને અલવિદા કહી દીધી. લેનિંગે નવેમ્બર 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. (ફોટો સોર્સ-X)