Diwali Vacation : ગુજરાતનું ઘરેણું છે આ પ્રવાસ સ્થળ, નયનરમ્ય કુદરતી દ્રશ્યો મન મોહી લેશે!
Diwali Vacation In Gujarat Famous Tourist Places : દિવાળી વેકેશનમાં ફરવા માટે ગુજરાતમાં ઘણા પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. અહીં ગુજરાતના ઘરેણું સમાન હિડન ટુરિસ્ટ પ્લેસ વિશે જાણકાર આપી છે, જ્યાંનો કુદરતી નજારો જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થાય છે.
ગુજરાતનું છુપુ રત્ન, કુદરતી સૌંદર્યથી ભરપૂર ગુજરાતમાં ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો છે. સોમનાથ દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર અભ્યાસ અને કચ્છ રણોત્સવ વિશે મોટાભાગના લોકો જાણ જ છે. અહીં ગુજરાતના એક છુપાયેલા રત્ન સમાન જોવાલાયક સ્થળ વિશે જાણકારી આપી છે, જ્યાં અદભુત કુદરતી નજારો જોવા મળશે અને શાંતિનો અનુભવ થશે. (Photo: Gujarat Tourism)
પીરોટન ટાપુ ગુજરાત 1600 કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે, જ્યાં ઘણા સુંદર બીચ અને ટાપુ છે. ગુજરાના વિશાળ દરિયા કિનારે નાના મોટા 42 ટાપુઓ છે, જો કે તેમાથી માત્ર એક જ ટાપુ છે જ્યાં મુલાકાતીઓને પ્રવેશવાની અને અન્વેષણ કરવાની પરવાનગી છે તેનું નામ છે પીરોટન ટાપુ. (Photo: officialtravelcasters)
પીરોટન ટાપુ દ્વારકા નજીક જોવાલાયક સ્થળ પીરોટન ટાપુ ગુજરાતના જામનગર જિલ્લામાં મુખ્ય શહેરથી 22 કિમી અને દ્વારકાથી 108 કિમી દૂર આવેલું છે. અહીં પ્રવાસીઓ સુંદર, શાંત અને સ્વચ્છ દરિયા કિનારે ફરી શકે છે. ઉપરાંત વિવિધ સમુદ્રી જીવો અને વનસ્પતિઓને જોવા અને જાણવાની તક મળે છે. (Photo: officialtravelcasters)
પીરોટન ટાપુ વિવિધ માછલી અને દરિયાઇ જીવોનું ઘર પીરોટન ટાપુ વિવિધ દુર્લભ માછલી અને દરિયાઇ જીવોનું ઘર છે. અહીં ફિશ, કુકુમ્બર ફિશ, કરચલા, કેક્ટર્સ જેવી વિવિધ માછલીઓ અને દરિયાઇ જીવોની જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. (Photo: officialtravelcasters)
પીરોટન ટાપુ વિદેશી પક્ષીઓનું ઘર ગુજરાતના દરિયા કિનારે લગભગ 3 કિમી વિસ્તારમાં ફેલાયેલો ટાપુ દરિયાઇ જીવોની સાથે સાથે વિદેશી પક્ષીઓનું પણ ઘર છે. અહીં શિયાળામાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે. કુદરત પ્રેમીઓ માટે પીરાટોન ટાયુ સ્વર્ગ સમાન છે. (Photo: Gujarat Tourism)
પીરોટન ટાપુ ફરવા માટે પરવાનગી લેવી પડે છે? પીરોટન ટાપુ અરબ સમુદ્રમાં બેડી બંદરના કિનારેથી લગભગ 12 નોટિકલ માઇલ દૂર છે. પીરોટન ટાપુ ફરવા માટે કોઇ ટિકિટ ચાર્જ નથી. જો કે મુલાકાતીઓએ બંદર વિભાગ, કસ્ટમ વિભાગ અને વન વિભાગ દ્વારા લાગુ કરાયેલા કડક નિયમોનું પાલન કરવું પડશે. ઉપરાંત બિન ભારતીય લોકોએ પીરોટન ટાપુ ફરવા માટે સ્થાનિક પોલીસ પાસેથી પરવાનગી મેળવવી પડશે . (Photo: Social Media)