ઉનાળામાં સ્કિન ચમકાવવા હોય તો ઘરે બનાવેલ આ ડ્રિંક પીવો
ઘરે બનાવેલા ટોનિક એક ઉત્તમ ઉપાય છે જે તમારી ત્વચાને ચમકતી અને હાઇડ્રેટેડ રાખી શકે છે.અહીં જાણો કેટલાક ઘરેલુ ડ્રિંક્સ વિશે જે તમારી સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરશે.
ઉનાળા (summer) ની ઋતુમાં ત્વચાની સંભાળ એક મોટો પડકાર બની જાય છે. વધતી ગરમી, પરસેવો અને ધૂળ ત્વચાને નિસ્તેજ અને ડિહાઈડ્રેટેડ બનાવી શકે છે. આ ઋતુમાં, ફક્ત બાહ્ય સંભાળની જ જરૂર નથી, પરંતુ આંતરિક પોષણ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘરે બનાવેલા ટોનિક એક ઉત્તમ ઉપાય છે જે તમારી ત્વચાને ચમકતી અને હાઇડ્રેટેડ રાખી શકે છે.અહીં જાણો કેટલાક ઘરેલુ ડ્રિંક્સ વિશે જે તમારી સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરશે.
નાળિયેર પાણી અને એલોવેરા ડ્રિન્ક : નારિયેળ પાણી કુદરતી રીતે હાઇડ્રેટિંગ કરે છે અને તે ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે. એલોવેરા જેલમાં રહેલા પોષક તત્વો ત્વચાને સ્વચ્છ અને નરમ બનાવે છે. ડ્રિન્ક બનાવવા માટે અડધો ગ્લાસ નાળિયેર પાણી લો. તેમાં 2 ચમચી તાજી એલોવેરા જેલ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને ઠંડુ કરીને પીવો.
ફુદીના અને તુલસીનું પાણી : ફુદીના અને તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે, જે સ્કીન પરથી ખીલ દૂર કરે છે. આ ટોનિક શરીરને ઠંડક આપે છે અને ઉનાળામાં ત્વચાની સમસ્યાઓથી બચાવે છે. મુઠ્ઠીભર ફુદીના અને તુલસીના પાન લો. તેમને ઉકાળો, ગાળી લો અને ઠંડા થાય ત્યારે પીવો. તમે તેમાં થોડું મધ ઉમેરીને સ્વાદ વધારી શકો છો.
કાકડી અને લીંબુ પાણી : કાકડી અને લીંબુઉ ડ્રિન્ક ફક્ત શરીરને હાઇડ્રેટ જ નથી કરતું પણ ત્વચાને સ્વચ્છ અને ચમકદાર પણ બનાવે છે. કાકડીમાં એન્ટીઑકિસડન્ટ અને પાણી વધુ માત્રામાં હોય છે, જ્યારે લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે.
તરબૂચ અને ફુદીનાની સ્મૂધી : ઉનાળામાં તરબૂચ ત્વચા માટે એક અદ્ભુત ફળ છે, કારણ કે તે શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. ફુદીનો તેમાં તાજગી ઉમેરે છે અને તેને વધુ પૌષ્ટિક બનાવે છે. એક કપ તરબૂચના ટુકડા અને થોડા ફુદીનાના પાન લો. તેમને મિક્સરમાં બ્લેન્ડ કરો. એક ચપટી બ્લેક સોલ્ટ ઉમેરો અને તરત જ પી જાઓ.
ઉનાળામાં આ ઘરે બનાવેલા ડ્રિન્કનું સેવન તમારી સ્કિનને ચમકદાર રાખવામાં મદદ કરે છે. આ ફક્ત ત્વચાને પોષણ આપતા નથી પણ શરીરને ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે. કુદરતી ઘટકોમાંથી બનાવેલા આ ડ્રિન્ક માત્ર સ્વાસ્થ્ય માટે જ સારા નથી પણ સ્વાદમાં પણ ઉત્તમ છે.