-
Electric Two Wheeler Buying Guide : જો તમે ઇલેક્ટ્રીક બાઇક ખરીદવા માંગો છો તો તેમાં ઘણા ઓપ્શન છે. અમે હિરો ઇલેક્ટ્રિકના (Hero Electric)પોપ્યુલર સ્કૂટર હિરો ઇલેક્ટ્રિક ઓપ્ટિમા (Hero Electric Optima)વિશે જણાવી રહ્યા છીએ. જે પોતાની કિંમત સિવાય રેન્જ અને હળવા વજનના કારણે પસંદ કરવામાં આવી રહ્યું છે. જો તમે હિરો ઇલેક્ટ્રિક ઓપ્ટિમાને પસંદ કરો છો કે ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો તો તે પહેલા તેની કિંમતથી લઇને ફિચર્સ સુધી અહીં માહિતી આપી રહ્યા છીએ. (Pics – HERO ELECTRIC)
-
હિરો ઇલેક્ટ્રિક ઓપ્ટિમાંની કિંમત (Hero Electric Optima Variants and Price) – હિરો ઇલેક્ટ્રિકે ઓપ્ટિમાને બે વેરિએન્ટ સાથે માર્કેટમાં ઉતાર્યું છે . જેમાં પ્રથમ વેરિએન્ટ સીએક્સ (CX)છે અને તેની શરૂઆતની કિંમત 67,190 રૂપિયા છે. બીજુ વેરિએન્ટ ડુઅલ બેટરી પેકવાળુ સીએક્સ ઇઆર (CX ER)છે, જેની કિંમત 85,190 રૂપિયા છે. આ બન્ને કિંમત એક્સ શો રૂમ દિલ્હીની છે. (Pics – HERO ELECTRIC)
-
હિરો ઇલેક્ટ્રિક ઓપ્ટિમા CX મોટર (Hero Electric Optima CX Motor) – હિરો ઇલેક્ટ્રિકે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 51.2V, 30Ah ક્ષમતાવાળી લિથિયમ આયન બેટરી પેક આપ્યું છે. આ સાથે 550W પાવરવાળી બીએલડીસી મોટરને જોડવામાં આવી છે. આ મોટર 1.2 kWનો પીક ટોર્ક જનરેટ કરે છે. કંપની દાવો કરે છે કે આ બેટરી 4 થી 5 કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. (Pics – HERO ELECTRIC)
-
હિરો ઇલેક્ટ્રિક ઓપ્ટિમા રેન્જ અને ટોપ સ્પીડ (Hero Electric Optima CX Range and Top Speed) – રેન્જ અને સ્પીડની વાત કરે તો કંપની દાવો કરે છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર એક વખત ફૂલ ચાર્જ થયા પછી સિંગલ બેટરી વેરિએન્ટમાં 82 કિલોમીટર રેન્જ આપે છે. આ રેન્જ સાથે કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ પણ મળે છે. (Pics – HERO ELECTRIC)
-
હિરો ઇલેક્ટ્રિક ઓપ્ટિમાં સીએક્સ ફીચર્સ (Hero Electric Optima CX Features) – હિરો ઇલેક્ટ્રિક ઓપ્ટિમાના ફિચર્સ અને સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો તેમાં ડિજિટલ ઇંસ્ટુમેન્ટ કલસ્ટર, ડિજિટલ ટ્રિપ મીટર, ડિજિટલ ઓડોમીટર, ડિજિટલ સ્પીડોમીટર, ક્રુઝ કંટ્રોલ, વોક અસિસ્ટ ફંક્શન, રિવર્સ મોડ, રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ, રિમોટ લોક, એન્ટી થેફ્ટ એલાર્મ, યૂએસબી ચાર્જિંગ પોર્ટ, એલઇડી હેડ લાઇટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. (Pics – HERO ELECTRIC)
-
હિરો ઇલેક્ટ્રિક ઓપ્ટિમાં CX સસ્પેન્સન અને બ્રેક (Hero Electric Optima CX Suspension and Brakes) – હિરો ઓપ્ટીમાના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન અને રિયરમાં ડુઅલ શોક એબ્જોર્બર સિસ્ટમને લગાવવામાં આવી છે. બ્રેકિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો ફ્રન્ટ અને રિયર બન્ને વ્હીલમાં ડ્રેમ બ્રેક આપવામાં આવી છે. જેની સાથે કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ મળે છે. સ્કૂટરમાં 12 ઇંચના અલોય વ્હીલ અને ટ્યૂબલેશ ટાયર આપવામાં આવ્યા છે. (Pics – HERO ELECTRIC)
-
ઇલેક્ટ્રિક સ્કૂટરની વર્તમાન રેન્જમાં હિરો ઇલેક્ટ્રિક ઓપ્ટિમાનો મુકાબલો Bounce Infinity E1, BGauss A2 અને Ampere Magnus સાથે થાય છે. (Pics – HERO ELECTRIC)
