Winter Trip ; શિયાળમાં આ 5 હિલ સ્ટેશન પર માણો હિમવર્ષાની મજા, પાર્ટનર કે પરિવાર સાથે પ્રવાસ રહેશે યાદગાર
Top Winter Trip Destinations In India : શિયાળામાં લોકો હિમવર્ષા થાય ત્યાં ફરવા જવાનું પસંદ કરે છે. અહીં ભારતના 5 પ્રખ્યાત હિલ સ્ટેશન વિશે માહિતી આપી છે. અહીં પાર્ટનર, મિત્રો કે પરિવાર સાથે ફરવા જઇ શકાય છે.
Top 5 Winter Trip Destinations In India : ભારતમાં શિયાળામાં ફરવાના 5 શ્રેષ્ઠ સ્થળ શિયાળો હોય કે ઉનાળો ભારતીયોને બધી સીઝનમાં ફરવાની મજા પડે છે. દિવાળી બાદ શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં ફરવાની એક અલગ જ મજા આવે છે. ઠંડો પવન, મનમોહક કુદરતી દ્રશ્યો અને હિમવર્ષામં બફરમાં રમવાની દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે. અહીં શિયાળામાં ફરવા લાયક 5 સ્થળો વિશે જાણકારી આપી છે, જ્યાં બફર પડે છે. આ સ્થળો પર પાર્ટનર સાથે હનિમુન, મિત્રો કે પરિવાર સાથે ફરવા જઇ શકાય છે. (Photo : Freepik)
શિમલા : Shimla શિમલા ભારતનું સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જ્યાં ફરવા જવાની દરેક ભારતીયની ઇચ્છા હોય છે. ઓક્ટોબર મહિનો શરૂ થતા જ શિમલાનું વાતાવરણ ઠંડુ થવા લાગે છે. ગગનચુંબી પહાડ, ઉંચા ઝાડ, ઉંડી ખીણ આંખોને ઠંડક આપે છે. શિયાળાની હિમવર્ષામાં બફરમાં રમવાની મજા જ યાદગાર અનુભવ બની રહે છે. શિમલા જોવાલાયક સ્થળો સ્થળો છે. હનિમુન માટે શિમલા સૌથી લોકપ્રિય હિલસ્ટેશન છે. (Photo : Social Media)
દાર્જલિંગ : Darjeeling દાર્જલિંગ એક એવું હિલ સ્ટેશન છે, જ્યાં દરેક સીઝનમાં ફરવાની અદભૂત મજા પડે છે. શિયાળામાં હિમવર્ષા, ઉનાળામાં ઠંડું વાતાવરણ અને ચોમાસામાં વરસાદ, વાદળ અને ધુમ્મસ જન્નત જેવો નજારો જોવા મળે છે. પશ્ચિમ બંગાળના આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓ હિમાલય પર્વતનું કંચનજંગા શિખરને બહુ નજીકથી જોઇ શકે છે. ચાના બગીચા, લીલીછમ ખીણ, સૂર્યોદય અને સૂર્યાસ્તનો આહલાદક નજારો ખરેખર જોવાલાયક હોય છે. અહીંની વિન્ટેજ ટ્રોય ટ્રેનમાં મુસાફરી યાદગાર રહે છે. ઉપરાંત ટાઇગર હિલ, તાસિયા લૂપ, જાપાની મંદિર, રોક ગાર્ડન અને બૌદ્ધ મંદિરોની મુલાકાત લઇ શકાય છે. (Photo : Social Media)
ઔલી : Auli ઉત્તરાખંડમાં ઘણા હિલ સ્ટેશન છે, જેમાં ઔલી સૌથી શાંત અને ઓછી ભીડવાળી જગ્યા છે. ઓક્ટોબરથી અહીં હિમવર્ષા શરૂ થાય છે. સ્નોફોલન મજા માણવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. સ્કીઇંગ અને આઇસ ગેમ જેવી એડવેન્ચર એક્ટિવિટી કરવા માટે અહીં ઘણા વિકલ્પો છે. (Photo : Social Media)
મનાલી : Manali શિમલા બાદ મનાલી પણ હિમાચલ પ્રદેશમાં આવેલું ભારતનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન છે. શિમલા અને મનાલી વચ્ચે 240 કિમીનું અંતર છે. આથી શિમલા ફરવા જતા પ્રવાસીઓ મનાલીની મુલાકાત અચૂક લે છે. કડકડતી ઠંડીમાં માલ રોડ પર ચા કે કોફીની ચુસ્કી શરીરને ગર્માહટ આપે છે. મનાલીમાં હિડિમ્બા મંદિર, વશિષ્ટ કુંડ, મણિકરણ, રોહતંગ પાસ, ઓલ્ડ મનાલી સહિત ઘણા જોવાલાયક સ્થળો છે. અહીં પ્રવાસીઓ પેરાગ્લાઇડિંગની પણ મજ માણી શકાય છે. (Photo : Social Media)
કાઝા સ્પીતિ વેલી : Kaza Spiti Valley સ્પીતિ ખીણમાં સ્થિત કાઝા હિમાચલ પ્રદેશનું પ્રખ્યાત પ્રવાસ છે જ્યાં પ્રવાસી શિયાળામાં ફરવા જવાનું પસંદ કરે છે. શિયાળામાં જેમ જેમ તાપમાન ઘટે છે, તેમ તેમ કાજા બરફની ચાદરથી ઢંકાઇ જાય છે. અહીં પ્રવાસીઓ મોનેસ્ટ્રી અને કિબ્બર જેવા પ્રાચીન બૌદ્ધ મઠોની મુલાકાત લે છે. (Photo : Social Media)