Visa Free Tour: વીઝા વગર વિદેશ પ્રવાસ માટે 5 બજેટ ફ્રેન્ડલી દેશ, ઉનાળા વેકેશનમાં ફરવાની મજા
Visa Free Destinations From India: વીઝા વગર ઘણા દેશોમાં ફરવા જઇ શકે છે. અહીં 5 વીઝા ફ્રી ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિશે જાણકારી આપી છે. આ બજેટ ફ્રેન્ડલી દેશોમાં ઓછા ખર્ચ વિદેશ પ્રવાસની મજા માણી શકાય છે.
વીઝા વગર વિદેશ પ્રવાસ માટે ઉત્તમ સ્થળ વિદેશ પ્રવાસ પર જવાનો ભારતીયોમાં ક્રેઝ વધી રહ્યો છે. વિદેશ પ્રવાસ પર જવા માટે પાસપોર્ટ વીઝાની જરૂરી પડે છે. ઉપરાંત વિદેશ પ્રવાસનો ખર્ચ વધારે હોવાથી ઘણા લોકો જવાનું ટાળે છે. વિદેશ પ્રવાસ માટે વીઝા મેળવવું અધરું હોય છે. જો કે દુનિયાના કેટલાક એવા પણ દેશો છે જે પ્રવાસીઓને વીઝા વગર તેમના ત્યાં ફરવા આવવાની પરવાનગી આવી છે. આ દેશોમાં 50,000 રૂપિયાના બજેટમાં વિદેશ પ્રવાસની મજા માણી શકાય છે. અહીં 6 વીઝા ફ્રી ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિશે જાણકારી આપી છે, જ્યાં ભારતીયો વીઝા વગર ફરવા જઇ શકે છે. (Photo: Freepik)
થાઇલેન્ડ (Thailand) થાઇલેન્ડ ફરવા માટે સુંદર દેશ છે. થાઇલેન્ડ પ્રવાસીઓે 30 દિવસ માટે વીઝા ફ્રી એન્ટ્રી આપે છે. બેંકોકમાં ટુક ટુકની સવારી, ફુકેતના સુંદર દરિયા કિનારા, ચિયાંગ માઇમાં હાથી અભ્યારણ, સ્થાનિક વાનગીની મજા માણી પ્રવાસીઓ ખુશ થાય છે. થાઇલેન્ડના સ્ટ્રીટ માર્કેટમાં ભારતીય પ્રવાસીઓ માટે સંખ્યાબંધ બજેટ ફ્રેન્ડલી વિકલ્પો મળે છે. બાળકો માટે ફ્લોટિંગ માર્કેટ, નાઇટ સફારી અને વોટર પાર્ક્સની મુલાકાત યાદગાર રહે છે. (Photo: Freepik)
મોરેશિયસ (Mauritius) મોરેશિયસ પ્રવાસીઓને 60 દિવસ માટે વીઝા ફ્રી એન્ટ્રી આપે છે. જો તમે એક પરફેક્ટ બીચ હોલિડે ડેસ્ટિનેશન શોધો છો, તો મોરેશિયસ તમારા માટે શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ છે. ક્રિસટલ ક્લિયર લેગૂન અને સફેદ રેતીના દરિયા કિનારે ફરવું, સ્નોર્કલિંગ અને સ્કૂબા ડ્રાઇવિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીની મજા, લા વેનીલ નેચર પાર્કમાં કાચબા જોવાની મજા પડેછે. અહીં શાંત પાણી અને એડવેન્ચર એક્ટિવિટીઝ પરિવાર માટે એક બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશનલ બનાવે છે. (Photo: Freepik)
ભૂટાન (Bhutan) ભૂટાન જવા માટે ભારતીયોને વીઝાની જરૂર પડતી નથી. ભારતનું પડોશી દેશ ભૂટાન વીઝા ફ્રી ડેસ્ટિનેશનલ છે. ભૂટાનને દુનિયાનો સૌથી ખુશ દેશ કહેવાય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર ભૂટાનમાં જોવાલાયક ઘણા સ્થળો છે. ટાઇગર નેસ્ટ મઠનું ટ્રેકિંગ, પારો અને થિપૂંમાં ભૂટાનની લોક સંસકૃતિ નિહાળવી, સુંદર પહાડ અને મનમોહક કુદરતી દ્રશ્ય પ્રવાસીઓના દિલ જીતી લે છે. જો તમને લોંગ રોડ ટ્રીપ કરવી ગમે છે તો ભૂટાન ફરવા નીકળી પડો. (Photo: Freepik)
સેશેલ્સ (Seychelles) સેશેલ્સ 30 દિવસ માટે વીઝા ફ્રી ડેસ્ટિનશન આપે છે. દરિયાના ટાપુ ફરવા અને મરજીવા માટે સેશેલ્સ ઉત્તર સ્થળ છે. દરિયાના કિનારે મજેદાર રમતો અને એક્ટિવિટીઝ, ગ્લાસ બોટમ બોટમાં સવારી અને ડોલ્ફિન જોવી, વેલી ડે માઇ જંગલમાં નેચર વોક, વાદળી લૈગૂન અને કાચબા જોવાનો અનુભવ યાદગાર રહે છે. (Photo: Freepik)
નેપાળ (Nepal) ભારતનો પડોશી દેશ નેપાળ સંપૂર્ણ પણ વીઝા ફ્રી ડેસ્ટિનેશનલ છે. કુદરતી સુંદરતા અને રોમાંચથી ભરપૂર નેપાળમાં ઘણા જોવાલાયક સ્થળો છે. કાઠમંડુના મંદિરોમાં દર્શન, ચિતવન નેશનલ પાર્કમાં ગેંડા સહિત વન્યજીવ જોવા, અન્નાપૂર્ણા પહાડો પર ટ્રેકિંગની મજા માણવા મળે છે. એડવેન્ચરના શોખીન માટે નેપાળ ઉનાળાના વેકેશનમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. (Photo: Freepik)