Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી પર બાપ્પાના સ્વાગત માટે કરો આકર્ષક ડેકોરેશન, આ રીતે ઘર સજાવો
Ganesh Chaturthi 2025 Decoration Ideas At Home: ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તાના સ્વાગત માટે ભક્તોએ ઘર, પંડાલનું ડેકોરેશન કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. જો તમે ગણેશ ચતુર્થી માટે સુશોભન કરી રહ્યા છો, અમુક ડેકોરેશન ટીપ્સ આપી છે, જેના વડે ઓછા ખર્ચ અને સમયમાં આકર્ષક ડેકોરેશન કરી શકાય છે.
ગણેશ ચતુર્થી ડેકોરેશન ટીપ્સ ગણેશ ચતુર્થી પર ભક્તોએ બાપ્પાની પધરામણી માટે તૈયારી શરૂ કરી દીધી છે. વિઘ્નહર્તાના સ્વાગત માટે ભક્તો ઘરનું આકર્ષક રીતે સુશોભન કરે છે. ડેકોરેશન માટે લોકો હજારો રૂપિયા ખર્ચે કરે છે. હવે થીમ આધારિત ડેકોરેશનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો તમે ગણેશ ચતુર્થી માટે સુશોભન કરી રહ્યા છો, અમુક ડેકોરેશન ટીપ્સ આપી છે, જેના વડે ઓછા ખર્ચ અને સમયમાં આકર્ષક ડેકોરેશન કરી શકાય છે. (Photo: @jolevents.in)
ફ્લાવર ડેકોરેશન ગણેશ ચતુર્થી પર ડેકોરેશન માટે ફુલો વડે ઘર સજાવી શકાય છે. હાલ બજારમાં વિવિધ રંગના આર્ટિફિશિયલ ફ્લાવર મળે છે, જે દેખાવામાં રિયલ ફ્લાવર જેવા દેખાય છે. ફુલની માળા, તોરણ અને વેલ વડે સરળાથી ગણેશ ચતુર્થીનું ડેકોરેશન કરી શકાય છે. ડેકોરેશન માટે હંમેશા લાલ, ગુલાબી, પીળા, સફેદ અને લીલા ફુલનો જ ઉપયોગ કરવો જોઇએ. ફુલો સાથે દુર્વા ઘાસ વડે પણ સુશોભન કરી શકાય છે. દુર્વા ઘાસ ગણેશજીને પ્રિય છે. (Photo: Social Media)
લાઇટ ડેકોરેશન ગણેશ ચતુર્થી પર ડેકોરેશન માટે રંગબેરંગી લાઇડ વડે પણ ઘરેને સજાવી શકાય છે. આજકાલ બજારમાં રંગબેરંગી લાઇટિંગ, લેમ્પ, ઝુંમર મળે છે, તેના વડે સરળતાથી ઘર ડેકોરેશન કરી શકાય છે. ગણેશજીની સ્થાપના કરવાની છે, તેની પાછળ અને બંને બાજુ, ઘરના મુખ્ય દરવાજા પર લાઇટ ડેકોરેશન કરવાનથી તમારું ઘર તારાની જેમ ઝગમગી ઉઠશે. આ લાઇટનો ઉપયોગ નવરાત્રી અને દિવાળી પણ ઘર સુશોભિત કરવા માટે કરી શકાય છે. (Photo: @jolevents.in)
પરંપરાગત સુશોભન પરંપરાગત રીતે પણ ગણેશ ચતુર્થી પર ઘરની સજાવટ કરી શકાય છે. તેની માટે તાંબા પીત્તળના મોટા ઘડા, લોટા, વાસણ, તોરણ, મોટા દિપક, કેળાના પાન, ફુલ માળાનો ઉપયોગ કરી શકાય છે. ગણેશ સ્થાપનાની જગ્યા અને ઘરના દરેક ખુણાને ઘરમાં રહેલી એન્ટિક ચીજવસ્તુ દ્વારા ટ્રેડિશનલ સ્ટાઇલમાં સજાવી શકાય છે. તમે દિવાલ પર પેઇન્ટિંગ પણ કરાવી શકો છો. (Photo: Social Media)
થીમ આધારિત ડેકોરેશન હાલ થીમ આધારિત ડેકોરેશનનો ટ્રેન્ડ છે. ગણેશ ચતુર્થી પર ડેકોરેશન માટે કોઇ થીમ નક્કી કર્યા બાદ તે મુજબ સુશોભન કરવામાં આવે છે. જો કે થીમ ડેકોરેશન પાછળ વધારે ખર્ચ થાય છે. જંગલ, પાણ, ઇકો ફ્રેન્ડલી, પંચ તત્વ, હેન્ડમેડ અને વેસ્ટ માંથી બેસ્ટ જેવું થીમ આધારિત ડેકોરેશન કરી શકાય છે. (Photo: Social Media)