Geyser Uses Tips : ગીઝર ચાલુ કરી બાથરૂમમાં નાહવા જવું નહી, જાણો કેમ? 90 ટકા લોકો આવી ભૂલ કરે છે
Geyser Uses Tips And Tricks : બાથરૂમમાં ગીઝરનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ નહીંત્તર મોટી દૂર્ઘટના થવાનું જોખમ રહે છે. ખાસ કરીને ગીઝર ચાલુ હોય ત્યારે ક્યારેય બાથરૂમમાં પ્રવેશશો નહીં, કારણ જાણો
આજકાલ, કોઈ વ્યક્તિ પહેલાની જેમ ગેસ પર વાસણમાં પાણી ગરમ કરતું નથી. હવે શહેરમાં મોટાભાગના લોકોના ઘરમાં ગીઝર હોય છે. દરેક ઘરમાં હવે નહાવા માટે ગીઝરનો ઉપયોગ કરે છે. (ફોટો – ફ્રીપિક)
નહાવા જતાં પહેલાં ગીઝરને બંધ કરવાની ખાતરી કરો. જો તમે ગીઝર ચાલુ કરીને સ્નાન કરો છો, તો બાથરૂમની અંદર કોઈ દુર્ઘટના થવાની સંભાવના રહે છે. (ફોટો – ફ્રીપિક)