Ghee Protein Facts | ઘીમાં કેટલું પ્રોટીન હોય છે? ઘીનું સેવન કરવાની સાચી રીત
ઘીમાં પ્રોટીનનું પ્રમાણ | ઘી (Ghee) આપણા ભોજનનો ભાગ છે, રોટલી પર ઘી લગાવવાથી લઈને દાળના વઘારમાં ઘી ઉમેરવામાં આવે છે, તે તેના સ્વાદ અને સુગંધ માટે જાણીતું છે. ઘણા લોકો તેને સ્વાસ્થ્યવર્ધક માને છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘીમાં પ્રોટીન હોય છે કે નહીં? અહીં જાણો ઘીમાં કેટલું પ્રોટીન હોય છે? અને ઘીનું સેવન કરવાની સાચી રીત જાણો
Right Way to Consume Ghee | ઘી (Ghee) આપણા ભોજનનો ભાગ છે, રોટલી પર ઘી લગાવવાથી લઈને દાળના વઘારમાં ઘી ઉમેરવામાં આવે છે, તે તેના સ્વાદ અને સુગંધ માટે જાણીતું છે. ઘણા લોકો તેને સ્વાસ્થ્યવર્ધક માને છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘીમાં પ્રોટીન હોય છે કે નહીં? અહીં જાણો ઘીમાં કેટલું પ્રોટીન હોય છે? અને ઘીનું સેવન કરવાની સાચી રીત જાણો
ઘી (Ghee) : ઘી એ શુદ્ધ માખણ છે જે દૂધમાંથી બનાવવામાં આવે છે. તેને બનાવતી વખતે, માખણને ધીમા તાપે ગરમ કરવામાં આવે છે જેથી તેમાં રહેલા પાણી અને દૂધના પદાર્થો (જેમ કે લેક્ટોઝ અને કેસીન પ્રોટીન) અલગ થઈ જાય. પરિણામે તે પ્યોર ફેટ રહે છે, જેને આપણે ઘી કહીએ છીએ.
ઘીમાં પ્રોટીનનું પ્રમાણ : ઘી દૂધમાંથી બને છે, જેમાં પ્રોટીન હોય છે, ત્યારે ઘી બનાવવાની પ્રક્રિયા દરમિયાન મોટાભાગનું પ્રોટીન દૂર થઈ જાય છે. તેથી ઘીમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ ઓછું અથવા નહિવત્ હોય છે.
ઘીમાં રહેલ પોષકતત્વો : 100 ગ્રામ ઘીમાં આશરે 0.3 થી 0.5 ગ્રામ પ્રોટીન હોઈ શકે છે. જોકે, આ પ્રમાણ પ્રોટીનના અન્ય સોર્સ (જેમ કે માંસ, કઠોળ, દૂધ, પનીર) ની સરખામણીમાં ઘણું ઓછું છે. તેથી ઘીને પ્રોટીનના નોંધપાત્ર સોર્સ તરીકે ગણી શકાય નહીં.
ઘીમાં રહેલ પોષકતત્વો : ઘીમાં સંતૃપ્ત ચરબી (Saturated Fats), મોનો અનસેચ્યુરેટેડ ફેટ્સ (Monounsaturated Fats) અને ઓમેગા-3 તથા ઓમેગા-6 ફેટી એસિડ્સ (Omega-3 and Omega-6 Fatty Acids) હોય છે, જે શરીરના કાર્યો માટે મહત્વપૂર્ણ છે.
ઘીમાં રહેલ પોષકતત્વો : ઘી વિટામિન A, D, E અને K જેવા ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સનો સારો સ્ત્રોત છે. આ વિટામિન્સ આંખોના સ્વાસ્થ્ય, હાડકાંની મજબૂતી, રોગપ્રતિકારક શક્તિ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઘીમાં બ્યુટિરિક એસિડ હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે.
ઘી ખાવાના ફાયદા : ઘી પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે, તેમાં રહેલ હેલ્ધી ફેટ્સ શરીરને લાંબા સમય સુધી એનર્જી પૂરી પાડે છે, ઘીમાં રહેલા વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ઘી ખાવાના ફાયદા : ઘી સ્કિનને ભેજયુક્ત રાખવામાં અને વાળને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ છે. લિમિટેડ માત્રામાં ઘીનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે તેમાં રહેલા મોનોઅનસેચ્યુરેટેડ ઓમેગા-3 ફેટી એસિડ્સ કોલેસ્ટ્રોલ લેવલ સુધારવામાં મદદ કરે છે.
ઘી ખાવાની સાચી રીત :ઘીનું સેવન સવારે ખાલી પેટ કરવાથી પાચન સુધાર થાય છે, અથવા ભોજન સાથે લેવાથી ભોજનને સુપાચ્ય બનાવે છે જયારે કાળા મરી સાથે ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
ઘી કેટલું ખાવું જોઈએ? : હેલ્ધી વ્યક્તિ માટે દિવસમાં 2 થી 3 ચમચી (લગભગ 10-15 ગ્રામ) ઘીનું સેવન પૂરતું છે. જો તમે વધુ વર્કઆઉટ કરતા હોવ તો તેની માત્રા થોડી વધારી શકાય છે, પરંતુ વધુ પડતું સેવન ટાળવું જોઈએ.