ભારતમાં લોકશાહી વ્યવસ્થા અમલમાં છે અને તમામ રાજ્યો, તેના શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશન, ગ્રામ પંચાયતોમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ ચૂંટણી લડે છે ત્યારે તેણે પોતાની સંપત્તિની વિગતો સોગંદનામા સાથે જાહેર કરવી પડે છે. દરેક રાજ્યના મુખ્યમંત્રીની સંપત્તિની માહિતી પણ ચૂંટણી પંચમાં નોંધાયેલી છે. ભારતમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ કરોડપતિ છે જેમાં માત્ર પશ્ચિમ બંગળાના મુખ્યમંત્રી મમતા બેનર્જી અપવાદરૂપ છે. ચાલો જાણીયે ભારતના 10 સૌથી ધનિક મુખ્યમંત્રીઓના નામ અને સંપત્તિ વિશે…
-
(1) જગન મોહન રેડ્ડી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે અને તેમની પાસે 510 કરોડ રૂપિયાની સંપત્તિ છ, જે તેમને ભારતના સૌથી કરોડપતિ મુખ્યમંત્રી બનાવે છે. (Photo: PTI)
-
(2) પેમા ખાંડુ એ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે અને તેઓ 163 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ધનિક મખ્યમંત્રીઓની યાદીમાં બીજા ક્રમે છે. (Photo: PTI)
-
(3) ઓરિસ્સા રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયક પાસે 63.87 કરોડ રૂપિયાની સંપત્તિ છે. (Photo: PTI)
-
(4) એન. રંગાસામી (N. Rangasamy) એ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ પોંડુચેરીના મુખ્યમંત્રી છે અને તેમની પાસે 38.39 કરોડ રૂપિયાની સંપત્તિ છે. (Photo: PTI)
-
(5) નેપ્યુ રિયો એ નાગાલેન્ડના મુખ્યમંત્રી છે અને તેની કુલ સંપત્તિ 36.41 કરોડ રૂપિયા છે. (Photo: PTI)
-
(6) તેલંગાણા રાજ્યાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પાસે 23.55 કરોડ રૂપિયાની સંપત્તિ છે. (Photo: PTI)
-
(7) ભૂપેશ બધેલ છત્તીસગઢના મુખ્યમંત્રી છે અને તેની પાસે 23.05 કરોડ રૂપિયાની છે. (Photo: PTI)
-
(8) અસમ રાજ્યના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાની કુલ સંપત્તિ 17.27 કરોડ રૂપિયા છે. (Photo: PTI)
-
(9) એકનાથ શિંદે એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે અને તેમની કુલ સંપત્તિ 11.56 કરોડ રૂપિયા છે. (Photo: PTI)
-
(10) ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પાસે કુલ 9.37 કરોડ રૂપિયાની સંપત્તિ છે. (Photo: PTI)