ત્યારે પીએમ મોદીની આબેહૂબ પ્રતિમા સાથે સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. આ પ્રતિમાના શણગાર અંગે વાત કરીએ તો પીએમ મોદીએ લાઇટ પીચ કલરના કુર્તા પર જેકેટ અને કેસરીયો ખેસ ધારણ કર્યો છે. અને ચહેરા આત્મવિશ્વાસ સાથે હળવી સ્માઇલ છે. મહત્વનું છે કે, ખડિયાના જૂના જનસંધ કાર્યાલયથી એક RSS કાર્યકર્તાના રૂપમાં રાજકારણની સફર શરૂ કરી હતી. (Express Photo by Nirmal Harindran)
2017માં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા સામે 29,000થી વધુ મતોથી હારેલા 59 વર્ષીય ભટ્ટે જણાવ્યું હતું કે, 'ભાજપે કોઈ ચોક્કસ સમુદાય, ધર્મ, વ્યક્તિ કે સમાજ માટે જ નહીં, પરંતુ દરેક માટે સમાનરૂપે કામ કર્યું છે.' (Express Photo by Nirmal Harindran)