Gujarat International Kite Festival : ગુજરાતમાં બે વર્ષ બાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન , અમદાવાદના આકાશમાં પતંગબાજ લડાવશે પેચ
Gujarat International Kite Festival : ગુજરાતમાં (Gujarat) બે વર્ષ બાદ G20ની (G20 theme) “વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર” થીમ ( One Earth One Family One Future) પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું (International Kite Festival) આયોજન.
ગુજરાતમાં બે વર્ષ બાદ G20 થીમ 'વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર'ની પર આધારિત 8 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ તસવીરમાં અમદાવાદના કાલુપુરમાં પતંગ બનાવવાના એક કારખાનામાં પીએમ નરેન્દ્ર મોદી અને ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાની તસવીરવાળા વિશેષ પતંગ જોઈ શકાય છે. (એક્સપ્રેસ તસવીરઃ નિર્મલ હરીન્દ્રન)
ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતના પતંગના કારીગરો પતંગ બનાવવામાં વ્યસ્ત છે. અમદાવાદના કાલુપુરમાં પતંગ બનાવતા કારીગરો છે. (એક્સપ્રેસ તસવીરઃ નિર્મલ હરીન્દ્રન)
રાજસ્થાનના જોધપુરના રહેવાસી 86 વર્ષીય સત્તારભાઈ બેલીમ પતંગવાલા એક કારખાનામાં કાગળના પતંગ બનાવી રહ્યા છે. સત્તારભાઈ તેમના પરિવારમાં પતંગ બનાવનાર ત્રીજી પેઢી છે. તેમના દાદા જોધપુરના મહારાજા માટે પતંગ બનાવતા હતા. તેઓ 12 વર્ષની ઉંમરથી કાગળના પતંગો બનાવી રહ્યા છે. (એક્સપ્રેસ તસવીરઃ નિર્મલ હરીન્દ્રન)
ઉત્તરાયણ એ અમદાવાદ સહિત ગુજરાતનો મહત્વપૂર્ણ તહેવાર છે. ગુજરાતની ઉત્તરાયણ અને પતંગ ઉડાવવાની મજા સમગ્ર દુનિયામાં જાણીતી છે. ઉત્તરાયણના પર્વ પહેલા જ અમદાવાદના સોલા વિસ્તારમાં એક મેદાનમાં પતંગ ઉડાવતા બાળકો. (એક્સપ્રેસ તસવીરઃ નિર્મલ હરીન્દ્રન)
કોરોના મહામારીના કહેરના બે વર્ષ બાદ ગુજરાતમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન થઇ રહ્યુ છે, જેમાં દેશવિદેશના તેમજ G-20 દેશોના લોકો ભાગ લેશે. ફોટોમાં એક અનુભવી પતંગબાજ, પતંગોનો સંગ્રહ કરનાર કલેક્ટર અને આર્કાઇવિસ્ટ અરવિંદ ઠક્કર અમદાવાદમાં પતંગ મહોત્સવમાં પ્રદર્શિત થનારા પતંગોનો તેમનો વિશેષ ક્લેક્શન દર્શાવી રહ્યા છે. (એક્સપ્રેસ તસવીરઃ નિર્મલ હરીન્દ્રન)
પતંગ ઉડાવવા માટે માંજો એટલે કે દોરી જેટલી મજબૂત અને તિક્ષ્ણ હશે તેટલી વધારે મજા આવશે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં રસ્તાના કિનારે પતંગની દોરી રંગી રહેલા કારીગરો. (એક્સપ્રેસ તસવીરઃ નિર્મલ હરીન્દ્રન)
ઉત્તરાયણમાં કાગળની સાથે સાથે પ્લાસ્ટિકમાંથી બનેલા પતંગો પણ મોટી સંખ્યામાં વેચાય છે. અમદાવાદના જમાલપુર પતંગ બજારમાં એક દુકાનની અંદર કારીગર દ્વારા પ્લાસ્ટિક પીવીસી પ્રિન્ટેડ પતંગો પણ બનાવવામાં આવી રહ્યા છે. (એક્સપ્રેસ તસવીરઃ નિર્મલ હરીન્દ્રન)
ઉત્તરાયણમાં નખ જેટલા નાના કદના પતંગથી લઇને વિશાળ કદના પતંગો આકાશમાં ઉડતા જોવા મળે છે. આ દરમિયાન પતંગ બનાવતા કારીગરોને પણ તેમની પ્રતિભા ઉજાગર કરવાની તક મળે છે. એક પતંગ બનાવતા કારીગર યુનુસભાઈ પતંગવાલાએ કાગળ અને વાંસથી માત્ર 1 સેમીનું પતંગ બનાવ્યું છે. (એક્સપ્રેસ તસવીરઃ નિર્મલ હરીન્દ્રન)