Happy Daughters Day 2024 Wishes: હેપ્પી ડોટર્સ ડે 2024 શુભેચ્છા સંદેશ, જાણો દીકરી દિવસનો ઇતિહાસ અને મહત્વ
Happy Daughters Day 2024 Wishes Quotes Messages Cards In Gujarati: ડોટર્સ ડે એટલે કે દીકરી દિવસ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે ઉજવાય છે. ડોટર્સ ડે શુભકામના સંદેશ ક્વોટ શાયરી મોકલી તમારી દીકરી માટે આ દિવસ યાદગાર બનાવી શકો છો.
Happy Daughters Day 2024 Wishes: હેપ્પી ડોટર્સ ડે 2024 ડોટર્સ ડે વ્હાલસોયી દિકરીઓને સમર્પિત છે. દીકરી દિવસ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લા રવિવાર દુનિયાભરમાં ઉજવાય છે. આ વખતે 22 સપ્ટેમ્બર 2024ના રોજ ડોટર્સ ડે છે. માતા પિતા પોતાની દીકરીને સ્પેશિયલ ગિફ્ટ આપી તે ખાસ હોવાનો અનુભવ કરાવે છે. દીકરી દરેક ઘરની રોનક, ખુશીનો ખજાનો અને પિતાના કાળજાનો કટકો કહેવાય છે. એક દીકરી બેસ્ટ ફ્રેન્ડ, બહેન, મમતા ભરી માતા અને પ્રેમાળ પત્ની હોય છે. Happy Daughters Day 2024 (Photo: Freepik)
Happy Daughters Day 2024 Wishes : દીકરી દિવસની શુભેચ્છા ડોટર્સ ડે ઉજવવાનો ખાસ ઉદ્દેશ્ય છે. પુરુષની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. આથી પુત્રીના મહત્વને રેખાંકિત કરવા હેતુ દુનિયાભરમાં ડોટર્સ ડે ઉજવાય છે. સમાજમાં સ્ત્રી પુરુષની અસમાનતાને ધ્યાનમાં રાખી પુત્રી જન્મ દિવસ સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે 11 ઓક્ટોબર 2012માં સંયુક્ત રાષ્ટ્રે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારને ડોટર્સ ડે એટલે કે દીકરી દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડોટર્સ ડે શુભકામના ક્વોટ શાયરી મોકલી તમારી દીકરી માટે આ દિવસ યાદગાર બનાવી શકો છો. હેપ્પી ડોટર્સ ડે (Photo: Freepik)
ચાઇનીઝ લાઈટોથી તમે ઘરમાં પ્રકાશ વધારી શકો તમારું ઘર જગમગ તો ત્યારે જ થાય જ્યારે તમારા ઘરમાં દીકરી રમતી હોય હેપ્પી ડોટર્સ ડે Happy Daughters Day 2024 (Photo: Freepik)
પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વ્હાલ ભેગુ થાય ને આકાશમાં હેલી ચડે ને વાદળી બંધાઈ જે આનંદ વરસે એનું નામ દીકરી દીકરી દિવસની હાર્દિક શુભકામના Happy Daughters Day 2024 (Photo: Freepik)