Happy Fathers Day Wishes: પિતા સ્વરૂપે મેં સર્જનહાર જોયા છે – ફાધર્સ ડે શુભેચ્છા સંદેશ સાથે પિતાને કહો Love You Papa
Happy Fathers Day 2025 Wishes Messages Images In Gujarati :ફાધર્સ ડે પિતાના ત્યાગ, સમર્પણ અને પ્રેમ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવાય છે. અહીં આપેલા પ્રેમ ભર્યા સંદેશ મોકલી તમારા પિતા ફાધર્સ ડેની શુભેચ્છા પાઠવો.
Happy Fathers Day Wishes : હેપ્પી ફાધર્સ ડે શુભેચ્છા સંદેશ ફાધર્સ ડે દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવાય છે. આ વખતે 15 જૂન, 2025ના રોજ દુનિયાભરમાં ફાધર્સ ડે ઉજવાઇ રહ્યો છે. આ દિવસ પિતાના ત્યાગ, મહેતન, સમર્પણ અને પ્રેમ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવાય છે. માતા બાળકને જન્મ આપે છે તો પિતા તેને જિંદગી જીવતા શીખવે છે. પિતા કુટુંબનો આધાર સ્તંભ કહેવાય છે, જે પોતાની મુશ્કેલી કોઇને પણ કહ્યા વગર સહન કરે છે અને પોતાના પરિવારને ખુશ રાખે છે. અહીં આપેલા હેપ્પી ફાધર્સ ડે શુભેચ્છા સંદેશ મોકલી આ ફાધર્સ ડે દિવસ પર તમે તમારા પિતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી શકો છો. (Photo: Freepik)
આજે પણ યાદ આવે છે બાળપણના એ દિવસો જ્યારે આંગળી મારી પકડીને તમે ચાલતા શીખવ્યું હતું જીવનમાં એ રીતે ચાલતા શીખવ્યું કે જિંદગીની દરેક કસોટીમાં તમને મારી નજીક અનુભવ્યાં Happy Father's Day (Photo: Freepik)
પપ્પા એટલે ત્યાગ, સમર્પણ, ગુરુ, શિક્ષક, પ્રેરણા, માર્ગદર્શક અને ઘણું બધું… જે શબ્દોમાં વરણવું શક્ય નથી માં આપણને જન્મ આપે છે, જ્યારે પિતા આપણને જિંદગી જીવતા શીખવાડે છે Happy Father's Day (Photo: Freepik)