Happy Mothers Day 2024: મધર્સ ડે પર પ્રેમ અને લાગણીભર્યા શુભેચ્છા સંદેશ મોકલી માતૃત્વ દિવસને યાદગાર બનાવો
Happy Mother's Day 2024 Wishes: મધર્સ ડે એટલ કે માતૃત્વ દિવસ માતા પ્રત્યે પ્રેમ, માન - સમ્માન વ્યક્ત કરવાનો અને તેમની મહેતન,સમર્પણ અને ત્યાગ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. અહીં આપેલા મધર્સ ડે શુભકામના સંદેશ મોકલી તમારા માતા માટે આ દિવસને ખાસ બનાવી શકો છો.
Happy Mother's Day 2024 Wishes in Gujarati: મધર્સ ડે દર વર્ષે મે મહિનામાં બીજા સોમવારે દુનિયાભરમાં ઉજવાય છે. મધર્સ ડે એટલે કે માતૃત્વ દિવસ દુનિયાની તમામ માતાઓ પ્રત્યે પ્રેમ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. માતાના પ્રેમ અને ત્યાગનું ઋણ કોઇ ચૂકવી શકે તેમ નથી. આથી જ મધર્સ ડે ઉજવાય છે. અહીં
કહેવાય છે કે, સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે તે પૂર્ણ સ્ત્રી બને છે. ગર્ભમાં 9 મહિના રાખ્યા બાદ કોઇ સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપ્યા બાદ તેનો ચેહરો જુએ છે ત્યારે પ્રસવની અસહ્ય પીડા પણ ભૂલી જાય છે. માતા માટે તેનું બાળક જ સર્વસ્વ હોય છે. માતા તેના બાળક માટે ગમે તેની સાથે લડવા તૈયાર હોય છે. તે માતા માનવ હોય કે, પશુ - પ્રાણી. સિંહણ તેના બચ્ચા માટે જંગલના સાજા સિંહ સામે બાથ ભીડે છે.
ભારતમાં માતા, મમ્મી, મા અને બા કહીને સંબોધવામાં આવે છે. બાળક સૌથી પહેલો શબ્દ મા કે બા બોલતા શીખે છે ત્યારે તેની માતાને હરખનો પાર નથી હોતો. ભારતમાં જન્મ આપનાર સ્ત્રીને પણ માતા કહેવાય છે.
વિવિધ દેશોમાં અલગ અલગ તારીખે મધર્સ ડે માતૃત્વ દિવસ ઉજવાય છે. અલબત્ત વ્યાપક ધોરણે દુનિયાભરમાં દર મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. ગ્રીક અને રોમનોએ સૌ પ્રથમ તેને દેવી રિયા અને દેવી સાયબેલના સન્માનમાં ઉજવ્યું હતું. પરંતુ મધર્સ ડેનું આધુનિક વર્ઝન અમેરિકામાં 20મી સદીમાં શરૂ થયું છે. તેની શરૂઆત અન્ના જાર્વિસ દ્વારા કરવામાં આવી હતી, જે તેની માતા એન રીવ્સ જાર્વિસ નું સન્માન કરવા માંગતી હતી. કારણ કે, તેણે પોતાના બાળકો માટે ખૂબ જ મહેનત કરી હતી અને ઘણો ત્યાગ આપ્યો હતો.
અન્ના જાર્વિસે તેમની માતાની યાદમાં આ દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરવાનું અભિયાન શરૂ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1914માં અમેરિકાના રાષ્ટ્રપતિ વૂડરો વિલ્સને મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે જાહેર કરવા માટે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ અમેરિકામાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે માટે સત્તાવાર રજા બની ગઇ. ધીમે ધીમે યુરોપ સહિત દુનિયાભરના દેશોમાં મધર્સ ડે ઉજવવાની શરૂઆત થઇ.
મધર્સ ડે પર દરેક વ્યક્તિ પોતાની માતા પ્રત્યે માન - સમ્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. મધર્સ ડે પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મધર્સ ડે પર તમે તમારી માતાને મનગમતી ચીજ ગીફ્ટ આપીને, મનપસંદ સ્થળે ફરવા લઇ જઇ, ફેવરિટ પુસ્તક આપી કે ફિલ્મ જોવા લઇ કે પરિવાર અને માતાના મિત્રો સાથે ગેટ ગુધેર રાખી માતૃત્વ દિવસને યાદગાર બનાવી શકો છો.