દાંતમાં ઝણઝણાહટના સૌથી સરળ અને અસરદાર આયુર્વેદિક ઉપાય, થશે રાહત
Ayurvedic Treatment For Tooth Sensitivity : કેટલાક આયુર્વેદિક ઉપાયો છે જે દાંતમાં ઝણઝણાહટની સમસ્યાથી છુટકારો અપાવી શકે છે. ચાલો જાણીએ કે આ ઉપાયો કયા-કયા છે
Ayurvedic Treatment For Tooth Sensitivity : દાંતમાં ઝણઝણાહટની સમસ્યા સામાન્ય બની રહી છે. આ પાછળનું સૌથી મોટું કારણ ખૂબ ગરમ અને ખૂબ ઠંડી વસ્તુઓનું સેવન કરવું છે. જ્યારે આપણે ખૂબ ગરમ વસ્તુઓ ખાઈએ છીએ ત્યારે તે આપણા દાંતને પણ અસર કરે છે. (Photo: Freepik)
ઓઇલ પુલિંગ : નાળિયેર તેલથી ઓઇલ પુલિંગ કરવાથી પણ રાહત મળી શકે છે. આનાથી દાંતમાંથી કળતર દૂર થાય છે, સાથે-સાથે પીળાશ, પ્લાક અને કેવિટી પણ દૂર થાય છે. (Photo: Freepik)
હળદર : હળદરમાં એન્ચટી ફેંફ્લેમેટરી ગુણ હોય છે જે દાંતના ઘણા રોગોને મટાડવામાં મદદ કરી શકે છે. હળદર અને સરસવનું તેલ ભેળવીને દિવસમાં બે વાર દાંત પર લગાવવાથી ઝણઝણાહટની સમસ્યા દૂર થઈ શકે છે. (Photo: Freepik)
લસણ : લસણ દાંતની ઝણઝણાહટ માટે પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી ફંગલ ગુણધર્મોથી ભરપૂર છે જે દાંતના દુખાવા અને ઝણઝણાહટમાં ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લસણની બે-ત્રણ કળી ચાવવાથી આ સમસ્યામાં રાહત મળી શકે છે. (Photo: Freepik)
ગ્રીન ટી : ગ્રીન ટી માં એન્ટી ઇંફ્લેમેટરી અને એન્ટી-ઓક્સિડન્ટ હોય છે જે દાંતની ઝણઝણાહટ દૂર કરવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે એક કપ પાણીમાં ગ્રીન ટી ઉકાળો અને ઠંડુ થાય ત્યારે કોગળા કરો. (Photo: Freepik)
લવિંગ : લોકો પ્રાચીન સમયથી દાંત સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે લવિંગનો ઉપયોગ કરતા આવ્યા છે. લવિંગનું તેલ કુદરતી એનેસ્થેટિક તરીકે કામ કરે છે, જેના કારણે દુખાવામાં રાહત મળે છે. રુ ની મદદથી દાંત પર લવિંગ તેલના થોડા ટીપાં લગાવવાથી થોડા સમયમાં ઝણઝણાહટ દૂર થઈ શકે છે. થોડા દિવસો સુધી આ ઉપાય કરવાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. (Photo: Freepik)
મીઠાવાળું પાણી : મીઠું ભેળવેલા પાણીમાં કોગળા કરવાથી પણ ઝણઝણાહટની સમસ્યા દૂર થઈ શકે છે. આ સાથે પ્લાક અને કેવિટીમાંથી પણ રાહત મળી શકે છે. (Photo: Freepik)