દારુથી પણ ખતરનાક છે રીલ્સની લત! જાણો સ્વાસ્થ્ય પર કેવી રીતે કરે છે અસર? આવી રીતે છૂટકારો મેળવો
How to overcome Reel addiction: રીલ્સ જોવી એ નાના અને મોટા બધા માટે સામાન્ય બની ગયું છે. તે ખરાબ નથી પરંતુ જ્યારે તેની લત લાગી જાય છે ત્યારે તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસરો થઈ શકે છે. રીલ્સનું વ્યસન દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે. તેનાથી છુટકારો મેળવવાની કેટલીક સરળ રીત અહીં જણાવી રહ્યા છીએ
How to overcome Reel addiction: સોશિયલ મીડિયાના યુગમાં, રીલ્સ એકદમ સામાન્ય છે. આપણે થોડી મિનિટો માટે આપણા ફોન ઉપાડીએ છીએ પરંતુ કલાકો ક્યાં જતા રહે છે આપણને ખ્યાલ જ આવતો નથી. વધુ પડતો સ્ક્રીન સમય આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. રીલ્સ જોવાનું આનંદ જેવું લાગે છે, પરંતુ તે ધીમે ધીમે વિવિધ બીમારીઓ તરફ લઇ જાય છે. ચાલો જોઈએ કે રીલ્સ જોવાથી આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે અને તેને કેવી રીતે છૂટકારો મેળવવો. (Photo: Freepik)
તે દારૂના વ્યસન જેવું છે : કેટલાક અભ્યાસો દર્શાવે છે કે શોર્ટ વીડિયો બિંગ વોચિંગ ફક્ત મનોરંજન કરતું નથી, પરંતુ તમારા મગજના રિવાર્ડ પાથવેને પણ અસર કરે છે. આ તે જ ક્ષેત્રો છે જે દારૂ અથવા જુગાર દરમિયાન સક્રિય થાય છે. લાંબા સમય સુધી સતત જોવાથી મગજની ડોપામાઇન સિસ્ટમ વધુ પડતી ઉત્તેજિત થાય છે, જેનાથી રોજિંદા પ્રવૃત્તિઓમાં આનંદનો અનુભવ કરવો મુશ્કેલ બને છે. (Photo: Pexels)
તે મગજ પર કેવી અસર કરે છે : જ્યારે રીલ્સ જોવાથી ડોપામાઇન સિસ્ટમ વધુ પડતી ઉત્તેજિત થાય છે ત્યારે તે ધીમે ધીમે મગજની સંવેદનશીલતા ઘટાડે છે. જેનાથી વાંચન, ખાવાનું ખાવું કે વાતચીત કરવાનું મન થતું નથી. આ સાથે તે ધ્યાન કેન્દ્રિત કરવામાં અને લાગણીઓને નિયંત્રિત કરવામાં પણ પરેશાની થાય છે. (Photo: Pexels)
ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે : માત્ર એટલું જ નહીં મોડી રાત્રે રીલ્સ જોવાથી મગજના સર્કેડિયન રિધમ પર પણ અસર પડે છે, જે ઊંઘ પર અસર કરે છે અને ધીમે ધીમે આ સમસ્યા વધતી જાય છે. જોકે રીલ્સના વ્યસનથી છુટકારો મેળવવાના કેટલાક રસ્તાઓ છે.(Photo: Pexels)
રીલ્સના વ્યસનથી કેવી રીતે છુટકારો મેળવવો, સ્ક્રીન ટાઇમ નક્કી કરો : જો તમે રીલ્સ જોવાના વ્યસની છો અને તેને છોડવા માંગો છો તો પહેલા સમય મર્યાદા સેટ કરો. તમે તમારા મોબાઇલ ફોન પર સ્ક્રીન ટાઇમ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. (Photo: Pexels)
પોતાને વ્યસ્ત રાખો : લોકો સામાન્ય રીતે તેમના ફ્રી સમયમાં રીલ્સ જુએ છે. તેથી જ્યારે તમે ફ્રી હોવ ત્યારે તમારી જાતને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. તમે વોક કરી શકો છો, પુસ્તક વાંચી શકો છો અથવા તમને ગમતી પ્રવૃત્તિ કરી શકો છો. આ મગજના વિકાસમાં પણ મદદ કરશે. (Photo: Pexels)
સ્ક્રોલિંગને અલવિદા કહો : એક શોર્ટ વીડિયો જોયા પછી બીજો અને પછી સતત જોવા લાગી જઇએ છીએ. જો તમે કોઈ કારણ વગર રીલ્સ જોઈ રહ્યા છો તો તમારે તેના પર કંટ્રોલ કરવા માટે મ્યૂઝીક કે બીજા કોઇ એવા કામ કરો જે તમને પસંદ હોય (Photo: Pexels)
નોટિફિકેશન બંધ કરો : ઘણીવાર જ્યારે કોઈ નોટિફિકેશન આવે છે ત્યારે આપણે તેને ખોલીએ છીએ જોવા લાગીએ છીએ. આ પછી કામ વગર અન્ય વસ્તુઓ પણ સ્ક્રોલ કરવાનું શરૂ કરીએ છીએ. તેથી નોટિફિકેશન બંધ કરો. (Photo: Pexels)
પરિવાર કે મિત્રો સાથે સમય વિતાવો : રીલ્સના વ્યસનથી છૂટકારો મેળવવા માટે સૌથી આસાન રીત એ છે કે તમે પોતાના પરિવાર અને અને મિત્રો સાથે સમય પસાર કરો. (Photo: Pexels)