-
જામનગરના મસીતીયા ગામમાં વર્ષોથી અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે ઘણી આકર્ષણ બની રહી છે. આ અશ્વ દોડમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠીયાવાડી ઘોડાઓએ માં ભાગ લીધો હતો. (ફોટો સાભાર – મનસુખ સોલંકી)
-
આ વર્ષે યોજાયેલી અશ્વ દોડ સ્પર્ધામાં મસીતીયા ગામના ઘોડાએ ઇનામ જીત્યું છે. આ વર્ષે 302 નંબરના ઘોડો સ્પર્ધામાં પ્રથમ આવ્યો છે. (ફોટો સાભાર – મનસુખ સોલંકી)
-
છેલ્લા 125 વર્ષથી મસીતીયામાં અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.અહીં વિજેતા થનાર અશ્વના સવારને ઈનામમાં કોઈ મોટી રકમ આપવામાં આવતી નથી. વિજેતા અશ્વ સવારનું સાફો પહેરાવી સન્માન કરવામાં આવે છે. (ફોટો સાભાર – મનસુખ સોલંકી)
-
મસીતીયા ગામમાં આવેલી હઝરત કમરુદ્દીન શાહ બાબાની દરગાહના ઉર્ષ નિમિતે દર વર્ષે અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. ધુળેટીના દિવસે જ યોજાતી આ અશ્વદોડ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. (ફોટો સાભાર – મનસુખ સોલંકી)
-
મસીતીયા ગામના જિલ્લા પંચાયતના સભ્ય કાસમભાઈ ખફીએ જણાવ્યું હતું કે છેલ્લા 125 વર્ષથી ઘોડા રેસ અને ઊંટ રેસનું આયોજન મસીતીયા ગામમાં કરવામાં આવે છે. (ફોટો સાભાર – મનસુખ સોલંકી)
-
સમગ્ર ગુજરાતમાંથી જાતવાન ઘોડાઓ રેસમાં ભાગ લે છે. ઘોડાની બે રેસ યોજવામાં આવે છે જેમાં નાના ઘોડાની અને મોટા ઘોડાની અલગ-અલગ દોડ યોજાય છે.(ફોટો સાભાર – મનસુખ સોલંકી)
-
ઘોડાના માલિકો વર્ષ દરમિયાન ઘોડાને રેસની પ્રેક્ટિસ કરાવતા હોય છે અને તેની પાછળ ઘણા ખર્ચા પણ કરતા હોય છે. (ફોટો સાભાર – મનસુખ સોલંકી)
-
ઊંટ રેસ પણ યોજાય છે.(ફોટો સાભાર – મનસુખ સોલંકી)
