-
હાલમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની ચર્ચા ચાલી રહી છે. આ માટેની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, પરંતુ હવે તેને ફરીથી લંબાવવામાં આવી છે.
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
-
માત્ર આધાર અથવા PAN જ નહીં પરંતુ અન્ય ઘણા દસ્તાવેજો અને ઓળખ કાર્ડ છે જે ઘણી જગ્યાએ આપણા માટે ઉપયોગી છે. આ ઓળખ પત્રોનો આપણાને ઘણી બધી કામગીરીમાં બહુ ઉપયોગી રહે છે.
-
પરંતુ શું તમે જાણો છો કે જો તમારી નજીકની વ્યક્તિ અથવા પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય અથવા મૃત્યુ પામે તો આ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઓળખ કાર્ડનું શું કરવું?
-
આજે અમે તમને જણાવીશું કે, જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો વ્યક્તિના ઓળખના પુરાવાનો કોઈપણ રીતે દુરુપયોગ ન થાય તે માટે તમે શું કરી શકો.
-
આજે દેશમાં ઘણા લોકો પાસે મતદાન માટે અલગ વોટીંગ આઈડી છે. જો કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ મતદાર કાર્ડ તેના હાથમાં આવી જાય તો તેના મતદાનનો દુરુપયોગ થઈ શકે છે.
-
મૃત વ્યક્તિનું મતદાન કાર્ડ રદ કરવા માટે તમારે પસંદ કરેલી ઓફિસમાં જઈને ફોર્મ-7 ભરવું પડશે અને તેની સાથે તે વ્યક્તિનું ડેથ સર્ટીફિકેટ જોડવાનું રહેશે.
-
દરેક વ્યક્તિ પાસે પાન કાર્ડ છે. તમારું ડીમેટ અને બેંક એકાઉન્ટ અથવા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ તેના વગર થઈ શકતી નથી. મૃતકના વારસદારે પાન કાર્ડ રદ કરવા માટે અરજી કરવાની હોય છે, પરંતુ પાન કાર્ડ રદ કરવું ફરજિયાત નથી.
-
વર્તમાનમાં તમે ભારતીય છો એનો સૌથી મોટો પુરાવો તમારી પાસે રહેલું આધાર કાર્ડ છે. કોઈ વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં આધાર કાર્ડ રદ કરવાની સુવિધા હાલમાં ઉપલબ્ધ નથી. પરંતુ તમે મૃત વ્યક્તિના આધાર કાર્ડ અને ફોન નંબરનો દુરુપયોગ અટકાવવા માટે તેના આધાર કાર્ડને લોક કરી શકો છો. તમે mAadhaar અથવા UIDAI વેબસાઈટ પર જઈને સંબંધિત વ્યક્તિના આધાર કાર્ડને લોક કરી શકો છો.
-
આધારની જેમ, હાલમાં પાસપોર્ટ રદ કરવાની કોઈ પ્રક્રિયા ઉપલબ્ધ નથી. જ્યારે તે એક્સપાયર થાય છે ત્યારે તે આપમેળે અમાન્ય બની જાય છે, પરંતુ તે મૃતકના પરિવાર દ્વારા સાચવવામાં આવે તે જરૂરી છે. (ફોટોઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
