Beauty Tips | કોફી તમારા ફેસ પર ગ્લો લાવવામાં કરશે મદદ, આ રીતે કરો ઉપયોગ
Beauty Tips | શિયાળાના આ દિવસોમાં સ્કિન તેની કુદરતી ચમક ગુમાવે છે અને તેની સાથે તે ડ્રાય અને નિર્જીવ દેખાવા લાગે છે, એવામાં કોફીનો ઉપયોગ અસરકારક સાબિત થઇ શકે છે.
સુંદર અને ગ્લોઈંગ સ્કિન હોવી દરેક વ્યક્તિનું સપનું હોય છે. ખાસ કરીને જ્યારે શિયાળાની વાત આવે છે, ત્યારે આ દિવસોમાં આપણને સ્કિન સંબંધિત સમસ્યાઓનો સૌથી વધુ સામનો કરવો પડી શકે છે. શિયાળાના આ દિવસોમાં સ્કિન તેની કુદરતી ચમક ગુમાવે છે અને તેની સાથે તે ડ્રાય અને નિર્જીવ દેખાવા લાગે છે.
આપણે સ્કિનને ગ્લોઈંગ રાખવા માટે આજકાલ ઘણી ટાઈપની પ્રોડક્ટસનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે કામ કરતી નથી. આજે અહીં તમને જણાવીશું કે કેવી રીતે તમે કોફી પાવડરનો ઉપયોગ તમારા ચહેરાના રંગને નિખારવા અને શિયાળામાં પણ તેને સુંદર રાખવા માટે કરી શકો છો. જાણો
કોફીની મદદથી સ્કિનને ક્લીન કરો : જો તમે ફેસને સુંદર અને ચમકદાર બનાવવા માંગો છો, તો સૌથી પહેલા તમારે તેને સારી રીતે સાફ કરી લેવું જોઈએ. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે આ પહેલું સ્ટેપ છે. ફેસને સુંદર બનાવવા માટે તમારે બે ચમચી દૂધમાં એક ચમચી કોફી પાવડર ભેળવવો પડશે. હવે આ પેસ્ટને કોટન બોલની મદદથી તમારા આખા ચહેરા પર લગાવો. લગભગ 5 મિનિટ સુધી ગોળાકાર ગતિમાં ઘસ્યા પછી, તમારા ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો.
ફેસ મસાજ : આ ફેશિયલ મસાજ તમને ફેસની ખોવાયેલી ચમક પાછી લાવવામાં ઘણી મદદ કરી શકે છે. આ માટે તમારે એક ચમચી એલોવેરા જેલમાં એક ચમચી કોફી પાવડર મિક્સ કરવાનો છે. આ પછી તમારે તેમાં એક ચમચી નારિયેળ તેલ ઉમેરીને પેસ્ટ તૈયાર કરવી પડશે. આ પેસ્ટની મદદથી તમારા ચહેરાને 5 થી 10 મિનિટ સુધી મસાજ કરતા રહો.
ચહેરાનું માસ્ક : કોફી ફેસ માસ્ક તમને તમારા ચહેરાના રંગને સુધારવામાં ઘણી મદદ કરી શકે છે. આ ફેસ માસ્ક તૈયાર કરવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે સૌથી પહેલા એક ચમચી કોફી પાવડરમાં એક ચમચી ચોખાનો લોટ અને એક ચમચી મધ મિક્સ કરવું પડશે. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. બાદમાં તેને હુંફાળા પાણીથી સારી રીતે ધોઈ લો.
કોફી સાથે સ્ક્રબ કરો : જો તમે તમારા ચહેરાને સ્ક્રબ કરવા માંગો છો, તો તમે તેના માટે કોફી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. કોફી પાવડરનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરવા માટે તમારે એક ચમચી કોફી પાવડરમાં એક ચમચી બ્રાઉન સુગર અને મધ મિક્સ કરવું પડશે. આ પછી તમારે આ પેસ્ટને આખા ચહેરા પર હળવા હાથે લગાવીને મસાજ કરવાની છે.