Independence Day સ્વતંત્રતા દિવસ: નરેન્દ્ર મોદી સતત 3 વખત ભારતના વડાપ્રધાન બન્યા, સૌથી ઓછા સમયના પીએમ કોણ?
India Independence Day 2024: ભારત 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે. નરેન્દ્ર મોદી ભારતના 14માં વડાપ્રધાન છે. સ્વતંત્રતા દિવસ પર ભારતના તમામ વડાપ્રધાનોના નામ, કાર્યકાળ અને યોગદાન વિશે જાણો
ભારત 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે. જવાહરલાલ નહેરુ સ્વતંત્રતા ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. પ્રવર્તમાન પીએમ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખતે દેશના વડાપ્રધાન બન્યા છે. સ્વતંત્રતા દિવસ પર ભારતના તમામ વડાપ્રધાનોના નામ, કાર્યકાળ અને યોગદાન વિશે જાણો
જવાહર લાલ નહેરુ પંડિત જવાહરલાલ નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. તેઓ 1947 થી 1964 સુધી સતત 17 વર્ષ સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા. તેમને આધુનિક ભારતના સંસ્થાપકો પૈકીના એક માનવામાં આવે છે. તેમની જન્મજયંતિને બાળદિવસ તરીકે ઉજવાય છે.
ગુલઝારીલાલા નંદા ગુલઝારીલાલ નંદા ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમણે બે ટુંકા કાર્યકાળમાં દેશની સેવા કરી હતી. તેમને 1997માં ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સમ્માન કરવામાં આવ્યા હતા.
લાલબહાદુર શાસ્ત્રી લાલબહાદુર શાસ્ત્રી ભારતના ત્રીજા અને લોકપ્રિય વડાપ્રધાન હતા. પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિને પ્રોત્સાહન આપ્યું હતુ અને લોકપ્રિય નારા જય જવાન જય કિશાન આપ્યું હતું. તેમણે 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતને જીત અપાવી હતી. લાલ બહાદુર શાસ્ત્રીનું તાશકંદ પ્રવાસ દરમિયાન નિધન થયુ હતુ, તેમના નિધનનું રહસ્ય હજી પણ વણઉકેલ્યું છે.
ઈન્દિરા ગાંધી ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા, તેઓ પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી છે. તેઓ બે વખત ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેમણે 1975 થી 1977 દરમિયાન ભારતમાં ઈમજન્સી લાદી હતી, જેને ભારતની લોકશાહીના ઇતિહાસનો કાળો અધ્યાય માનવામાં આવે છે. તેના કાર્યકાળ દરમિયાન 1997માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયુ હતુ અને પરિણામ સ્વરૂપ ભારતના પૂર્વ તરફ બાંગ્લાદેશ નામનો દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. જો કે કમનસીબે તેમના જ અંગરક્ષકોએ ઈન્દિરા ગાંધીની નિવાસ સ્થાને હત્યા કરી હતી.
મોરારજી દેસાઇ મોરારજી દેસાઇ 1977 થી 1979 સુધી બે વર્ષ ભારતના વડાપ્રધાન રહ્યા હતા. તેમના કાર્યકાર દરમિયાન ભારતના સંવિધાનનો 44મો સંશોધન લાગુ કરવામાં આવ્યો હતો. તેમણે ભારતના નાાણાપ્રધાન તરીકે પણ સેવા આપી છે અને સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.
ચૌધરી ચરણ સિંહ ચૌધરી ચરણ સિંહ 170 દિવસ માટે ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેમણે સમગ્ર જીવન દરમિયાન ખેડૂતની સ્થિતિ સુધારવા પ્રયાસ કર્યા હતા. આથી તેમની જન્મ જંયતિ 23 ડિસેમ્બરને ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે.
રાજીવ ગાંધી રાજીવ ગાંધી ભારતના સૌથી યુવા વડાપ્રધાન હતા. તેઓ ભારતના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના નાના પુત્ર છે. તેમણે 1984 થી 1989 સુધી પીએમ તરીકે દેશની સેવા કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન મળ્યુ હતું અને જય વિજ્ઞાન નારો આપ્યો હતો. તેમણે દેશમાં ઉચ્ચ શિક્ષણમાં સુધારાનો અમલ કરી એક નવા યુગની શરૂઆત કરી હતી. જો કે કમનસીબે 2 ડિસેમ્બર 1989ના રોજ એક જાહેર સભામાં માનવ બોમ્બ વડે તેમની હત્યા કરવામાં આવી હતી.
વીપી સિંહ વીપી સિંહ 1989 થી 1990 સુધી ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા. તેમના કાર્યકાળમાં જ મંડળ આયોગનો રિપોર્ટ લાગુ કરવામાં આવ્યો અને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અધિનિયમ 1989 પસાર કરવામાં આવ્યો હતો.
ચંદ્રશેખર ચંદ્રશેખર કેન્દ્રમાં ગઠબંધન સરકારનું નેતૃત્વ કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. તેઓ 10 નવેમ્બર 1990 થી 21 જૂન 1991 સુધી ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા.
પીવી નરસિમ્હા રાવ પીવી નરસિમ્હા રાવ 1991 થી 1996 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતમાં ઉદારીકરણ અને વૈશ્વિકરણના રૂપમાં મહત્વપૂર્ણ આર્થિક સુધારા લાગુ કરવામાં આવ્યા હતા.
એચડી દેવેગૌડા એચડી દેવેગોડા 1 જૂન 1996 થી 21 એપ્રિલ 1997 સુધી ભારતના વડાપ્રધાન બન્યા હતા. આમ તેઓ એક વર્ષથી પણ ઓછા સમય માટે પીએમ પદે રહ્યા હતા. તેમણે ભારતના ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. કૃષિમાં તેમના યોગદાન બદલ તેમને ભૂમિપુત્ર કહેવામાં આવે છે.
ઈન્દ્રકુમાર ગુજરાલ ઈન્દ્રકુમાર ગુજરાલ એક વર્ષથી ઓછા સમય માટે ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેમને ગુજરાલ સિદ્ધાંત માટે યાદ કરવામાં આવે છે, જેણે ભારતના વિદેશ નીતિમાં સિમાચિહ્ન માનવામાં આવે છે.
અટલ બિહારી વાજપાયી અટલ બિહારી વાજયાપી 1996માં માત્ર 13 દિવસ માટે ભારતના વડાપ્રધાન બન્યા હતા. ત્યારબાદ તેમણે ફરી 1998 થી 2004 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતા. તેમના કાર્યકાળમાં ભારત પરમાણુ હથિયારથી સજ્જ દેશ બન્યો હતો. 1999માં કારગીલ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને માત આપી હતી. તેમને ભારતના આર્થિક વિકાસમાં અમૂલ્ય યોગદાન બદલ યાદ કરવામાં આવે છે.
મનમોહન સિંહ મનમોહન સિંહ 2004 થી 2014 સુધી સતત 10 વર્ષ ભારતના વડાપ્રધાન પદે રહ્યા હા. તેમના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો અને માહિતીનો અધિકાર પસાર થયો હતો. મનમોહન સિંહને દેશમાં આર્થિક સુધારા સફળતા પૂર્વક લાગુ કરવાનો શ્રેય આપવામાં આવે છે.
નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન છે. તેઓ વર્ષ 2014માં પ્રથમવાર, 2019માં બીજા વાર અને 2024માં ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. આ અગાઉ તેઓ 14 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એનડીએ સરકારે સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીત છે. તેમના કાર્યકાળ દરમિયાન નોટબંધી, જમ્મુ કાશ્મીરમાં વિવાદિત 370 કલમ નાબૂદ, પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક, જીએસટીનો અમલ, રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા જેવા ઘણા મહત્વપૂર્ણ કાર્યો થયા છે.