-
Poorest Chief Ministers car Collection: દેશમાં વિવિધ રાજ્યોના 30 મુખ્યમંત્રીઓ છે. તે બધામાં સૌથી ધનિક આંધ્ર પ્રદેશના સીએમ (Richest Chief Minister) જગન મોહન રેડ્ડી (YS jagan Mohan reddy) છે. યોગી આદિત્યનાથ, અરવિંદ કેજરીવાલ અને નીતિશ કુમાર જેવા નામો સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્ય પ્રધાનોની યાદીમાં છે. ચાલો જાણીએ કે 10 સૌથી ઓછી મિલકત ધરાવતા મુખ્યમંત્રીઓ પાસે કઈ કાર છે.
-
મમતા બેનર્જી સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી છે. તેમની પાસે માત્ર 17 લાખ રૂપિયાની સંપત્તિ છે. મમતા બેનરજીના નામ પર કોઈ કાર પણ નથી.
-
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન લગભગ સવા કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમની પાસે પણ પોતાની કાર નથી. (ફોટોઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
-
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કે જેમની પાસે ત્રીજા નંબરની સૌથી ઓછી સંપત્તિ છે, તેમના નામે પણ કોઈ કાર નથી. (ફોટોઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
-
ચોથા નંબર પર મણિપુરના સીએમ એન બિરેન સિંહ છે. તેમના નામે મહિન્દ્રા બોલેરો કાર છે. (ફોટોઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
-
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે 1.54 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જોકે તેમના નામે પણ કોઈ કાર નથી. (ફોટોઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
-
સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીઓની યાદીમાં આગળનું નામ પંજાબના સીએમ ભગવંત માનનું છે. તેમની પાસે બે ટોયોટા ફોર્ચ્યુનર્સ અને એક શેવરોલે ક્રુઝ કાર છે. (ફોટોઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
-
ફોર્ડની ઈકોસ્પોર્ટ કાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નામે છે, જેઓ 3.09 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. (ફોટોઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
-
પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના સીએમ છે. તેમની પાસે 3.34 કરોડની સંપત્તિ છે. ધામીની પોતાની એક ખાનગી કાર છે. (ફોટોઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
-
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પાસે 3.44 કરોડ રૂપિયાની સંપત્તિ છે પરંતુ તેમના નામે કોઈ કાર નથી. (ફોટોઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
-
મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગા પાસે ગ્રાન્ડ વિટારા અને મારુતિ જીપ્સી કાર છે. (ફોટોઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
