KL રાહુલ સહિત 6 વિકેટકીપર-બેટ્સમેનોએ ભારત માટે વિદેશની ધરતી પર ટેસ્ટમાં સદી ફટકારી December 28, 2023 21:56 IST
વિકેટકીપર બેટ્સમેન તરીકે ભારતીય ટીમ માટે ટેસ્ટમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ર્ષઋભ પંતના નામે છે. તેણે 2019માં ઓસ્ટ્રેલિયા સામે 159* રનની સર્વોચ્ચ ઈનિંગ્સ રમી હતી. વિદેશમાં ભારતના છ વિકેટકીપરે ટેસ્ટમાં સદી ફટકારી છે.
આ યાદીમાં બીજા નંબર પર ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. માહીએ 2006માં પાકિસ્તાન સામે 148 રન બનાવ્યા હતા.
ભારતનો યુવા ખેલાડી પંત ફરી એકવાર ત્રીજા સ્થાને છે. તેણે 2022માં ઈંગ્લેન્ડ સામે 146 રન બનાવ્યા હતા.
આ યાદીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વિજય માંજરેકર ચોથા સ્થાને છે. માંજરેકરે 1953માં વેસ્ટ ઈન્ડિઝ સામે 118 રન બનાવ્યા હતા.
આ પછી અજય રાત્રા પાંચમા સ્થાને છે. તેણે 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામે 115* રન બનાવ્યા હતા.
આ યાદીમાં ફરી એકવાર ઋષભ પંતનું નામ સામેલ થયું છે. તેણે 2018માં ઈંગ્લેન્ડ સામે 114 રન બનાવ્યા હતા.
આ યાદીમાં અનુભવી બેટ્સમેન રિદ્ધિમાન સાહા સાતમા સ્થાને છે. સાહાએ 2016માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 104 રન બનાવ્યા હતા.
કેએલ રાહુલ આ યાદીમાં આઠમા સ્થાને છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે 101 રન બનાવ્યા હતા.
ઋષભ પંતનું નામ કુલ ચાર વખત આ યાદીમાં સામેલ થયું છે. તેણે 2022માં દક્ષિણ આફ્રિકા સામે 100* રન બનાવ્યા હતા. (ફોટો સ્ત્રોત - ઇન્ડિયન એક્સપ્રેસ)