Laapataa Ladies : લાપતા લેડીઝ ફિલ્મે રણબીર કપૂરની ફિલ્મને પાછળ છોડી નેટફ્લિક્સ સૌથી વધુ વ્યુવરશીપ પ્રાપ્ત કરનારી ફિલ્મ બની છે. અહીં લાપતા લેડીઝના ટોપ 5 ટ્રેન્ડિંગ ડાયટલોગની લિસ્ટ છે આ ડાયલોગ દર્શકોને ખુબજ પસંદ આવ્યા છે.
કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝ (Laapataa ladies) એ ઓડિયન્સનું દિલ ખુશ કરી દીધું છે. ફિલ્મ 2023 માં થિયેટરમાં રિલીઝ થઇ હતી પરંતુ 1 માર્ચ, 2024 થી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ત્યારથી ચર્ચાનો વિષય બની છે. ફિલ્મે રણબીર કપૂરની ફિલ્મને પાછળ છોડી નેટફ્લિક્સ સૌથી વધુ વ્યુવરશીપ પ્રાપ્ત કરનારી ફિલ્મ બની છે. અહીં લાપતા લેડીઝના ટોપ 5 ટ્રેન્ડિંગ ડાયટલોગની લિસ્ટ છે આ ડાયલોગ દર્શકોને ખુબજ પસંદ આવ્યા છે.
1) ઘર કી ઔરતેં સાસ, નણદ, દેવરાની, જેઠાણી સબ બન જાતી હૈ. સહેલી નહીં બન પાતી એક દૂસરે કી. અમ્મા આપ હમ સહેલી બના સકતે હૈ કા?" ગીતા અગ્રવાલ શર્મા (દીપકની માતા) એ લાપતા લેડીઝ તરફમાં આ બેસ્ટ ડાયલોગ રજૂ કર્યો છે જે ક્યાંક સ્ત્રીઓને તેઓ ઘરની અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધ પર પુનર્વિચાર કરે છે.
2) "એ દેશ મેં લડકી લોગોં કે સાથ હજારોં સાલો સે છેતરપિંડી હો રહા હૈ, ઉકા નામ હૈ ભલે ઘર કી બહુ-બેટી." ફિલ્મમાં મંજુ માઈનું પાત્ર ખુબજ મજબૂત મહિલાનું છે જે કદાચ કેટલાકને કડવી લાગે છે, પરંતુ તે ઘણી વખત એવા ડાયલોગ બોલે છે જે મૂવી જોનારાઓને ઈમ્પ્રેસ કરી દે છે. મહિલા સશક્તિકરણના હિમાયતી,મંજુ માઈએ ફૂલ કુમારીને લાગણીઓ અને ઘણી આવડત સાથે માણસ તરીકેની તેની કિંમતનો અહેસાસ કરાવ્યો જે માત્ર રસોડા સુધી સીમિત નથી.
3) ખુદ કા સાથ અકેલે ખુશી સે રહેના બોહત મુશ્કિલ હૈ, ફૂલ. હાં, એક બાર સીખ લિયે, કોઈ તુમકો તકલીફ નહીં પહુચા સકતા.” મંજુ માઈ દ્વાર કહેલ આ ડાયલોગ લાપતા લેડીઝનો સોશિય લમીડિયા પર સૌથી વધુ વાયરલ થયેલ ડાયલોગ છે. મંજુ માઈ એકલતા પર વિષે વાત કરી છે કેટલી સ્ત્રીઓ એકલા રહેવાથી ડરે છે અને સંબંધમાં અપમાન કરતા પુરુષ સાથે રહેવાનું પસંદ કરે છે. પરંતુ તેણે સાચું કહ્યું તેમ, એકવાર પોતાની સાથે જીવવાની કળા શીખી લીધી, પછી કોઈ કંઈ પણ કહે તકલીફ નથી પડતી.
4) “તો કા અબ ઔરતોં કી પાસંદ કા ખાના બનેગા? દિક્કત તો એ હૈ કી હમકો અબ વો ભી યાદ નહીં કી હમકો ક્યા પાસંદ હૈ.” ફિલ્મના શ્રેષ્ઠ દ્રશ્યોમાંનું એક હતું જ્યારે ગીતાએ ભારતમાં ઘણી સ્ત્રીઓની દુર્દશા પર પ્રકાશ પાડ્યો હતો. પરિવારનું ધ્યાન રાખવામાં અને પરિવારની જરૂરિયાત પુરી કરવામાં, તે કેવી રીતે પોતાની સંભાળ લેવાનું ભૂલી જાય છે. તે ભાગ્યે જ કરે છે જે તેઓને ખરેખર ગમે છે અને છેવટે પોતાની જાતની કાળજી લેવાનું ભૂલી જાય છે.
5) અગર તુમ ના હોતી તો હમકો હમ નહી મિલતે ફિલ્મના બે મુખ્ય પાત્ર, જયા અને ફૂલ, ગામડામાં ખોવાઈ ગયા પછી પોતાની જાતને શોધે છે. તેઓ તેમના પરિવારો સાથેના પુનઃમિલન થાય ત્યાં સુધીમાં, તેમના સપનાઓ સાકાર કરવા અને નવી આવડત સાથે વધુ સારું જીવન જીવવાની નવી આશા અને માર્ગ શોધે છે.