Lips Care Tips | ડ્રાય હોઠ માટે નારિયેળ તેલ ઉપયોગ અસરકારક,આ ટીપ્સથી અપનાવો
Lips Care Tips | નાળિયેર તેલ ડ્રાય અને ફાટેલા હોઠ માટે કુદરતી ઉપાય છે. નાળિયેર તેલ ફેટી એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે ઊંડા હાઇડ્રેશન માટે સારું છે. તેમાં ઘણા બળતરા વિરોધી અને મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો છે.
ડ્રાય અને ફાટેલા હોઠ મોટાભાગના લોકો માટે સમસ્યા છે. ચહેરાની કાળજી લેવામાં આવે છે પરંતુ નિસ્તેજ, ડ્રાય લિપ્સને કારણે ચહેરો કરમાઈ જાય છે. શિયાળામાં હોઠની કાળજી લેવી જોઈએ. અને અતિશય ડ્રાયનેસ અને ક્રેકીંગ અટકાવવું જોઈએ. હોઠની સ્કિન અન્ય જગ્યાએ કરતાં પાતળી હોય છે. તેથી ખૂબ કાળજી લેવી જોઈએ.
નાળિયેર તેલ ડ્રાય અને ફાટેલા હોઠ માટે કુદરતી ઉપાય છે. નાળિયેર તેલ ફેટી એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે ઊંડા હાઇડ્રેશન માટે સારું છે. તેમાં ઘણા બળતરા વિરોધી અને મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો છે.
નાળિયેર તેલ અને એલોવેરા : એલોવેરા જેલને નાળિયેર તેલમાં ઉમેરીને મિક્સ કરી શકાય છે. તેને તમારા હોઠ પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો. તે હોઠ ફાટતા ઘટાડવામાં ફાયદાકારક છે અને તેની ઠંડકની અસર છે.