Best 10 Tourist Place In Prayagraj Maha Kumbh 2025: મહા કુંભ મેળા 2025 દરમિયાન પ્રયાગરાજમાં જોવાલાયક આ 10 સ્થળોની મુલાકાત એક અદભૂત અનુભવ બની રહેશે. અહીં તમને ધાર્મિક સ્થળો જ નહીં, પરંતુ ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્થાપત્યનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ જોવા મળશે.
Best 10 Tourist Place Visit In Prayagraj : પ્રયાગરાજમાં ફરવાના 10 સ્થળ મહા કુંભ મેળો 2025 પ્રયાગરાજમાં યોજાઇ રહ્યો છે. મહાકુંભ મેળો એક ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગ છે, જે દર 12 વર્ષમાં એક વાર પ્રયાગરાજમાં યોજાય છે. મહા કુંભ મેળામાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ પ્રયાગરાજ આવે છે. માત્ર કુંભ સ્નાન માટે જ નહીં, પરંતુ શહેરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે પણ આવે છે. જો તમે મહાકુંભ મેળા 2025માં જઇ રહ્યા છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં પ્રયાગરાજના પ્રખ્યાત 10 સ્થળ વિશે જણાવી રહ્યા છીએ જેની મહા કુંભ મેળા 2025 યાત્રા દરમિયાન તમારે મુલાકાત લેવી જ જોઈએ. (ફોટો સ્ત્રોત: kumbh.gov.in)
ત્રિવેણી સંગમ | Triveni Sangam ત્રિવેણી સંગમ પ્રયાગરાજનું સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે, જ્યાં ત્રણ નદી – ગંગા, યમુન અને સરસ્વતી – મળે છે. આ સ્થળ માત્ર ધાર્મિક મહત્વ જ નથી, પરંતુ તે કુંભ મેળાનું મુખ્ય આકર્ષણ પણ છે. અહીં સ્નાન કરવાથી વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે અને આ સ્થાન ભારતીય સંસ્કૃતિમાં વિશેષ પૂજનીય છે. (Photo: prayagrajsangam.in)
અલ્હાબાદ કિલ્લો | Allahabad Fort અલ્હાબાદ કિલ્લો કિલ્લો 1583માં મુઘલ સમ્રાટ અકબર દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો યમુના નદીના કિનારે આવેલો છે અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. અલ્હાબાદ કિલ્લાની અંદર એક શિલાલેખ પણ મળી આવ્યો છે, જે કિલ્લાની સ્થાપનાનું વર્ષ 1583 જણાવે છે. (Photo: Facebook)
નાગવાસુકી મંદિર | Nagvasuki Temple નાગવાસુકી મંદિર પ્રયાગરાજના દરગંજમાં આવેલું છે અને તે ભગવાન વાસુકી (નાગનો રાજા)ને સમર્પિત છે. આ મંદિર એક પવિત્ર સ્થળ છે, જ્યાં ભક્તો ખાસ કરીને કડવા સર્પા દોષ માંથી રાહત મેળવવા આવે છે. દર વર્ષે નાગ પંચમીના દિવસે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો આવે છે. (Photo Soure: thekumbhyatra.com)
આનંદ ભવન | Anand Bhavan આનંદ ભવન નેહરુ પરિવાર સાથે સંકળાયેલું ઐતિહાસિક સ્થળ છે. આ મહેલ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને નેહરુ પરિવારની રાજનીતિનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. જવાહરલાલ નેહરુનું ખાનગી સંગ્રહાલય અને જવાહર પ્લેનેટોરિયમ પણ અહીં સ્થિત છે, જે વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર વિશે જાગૃતિ ફેલાવે છે. (Photo: prayagraj.nic.in)
ખુસરો બાગ | Khusro Bagh ખુસરો બાગ, એક ઐતિહાસિક સમાધિ સંકુલ, જ્યાં મુઘલ રાજકુમારી ખુસરો મિર્ઝા અને તેમની માતાની કબર છે. આ સ્થળ પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનથી લગભગ 6 કિમી દૂર છે અને તેના ઐતિહાસિક મહત્વ અને સુંદર બગીચા માટે પ્રખ્યાત છે. (Photo: prayagraj.nic.in)
ભારદ્વાજ આશ્રમ | Bharadwaj Ashram ભારદ્વાજ આશ્રમ કોલોનીગંજ, પ્રયાગરાજમાં સ્થિત છે. આ આશ્રમની સ્થાપના મહર્ષિ ભારદ્વાજ દ્વારા કરવામાં આવી હતી અને અહીં ભગવાન શિવના પ્રસિદ્ધ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. આ સ્થળ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિકતાને સમજવા માટે ખાસ કરીને કુંભ મેળા દરમિયાન એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. (Photo Source: thekumbhmelaindia.com)
ચંદ્રશેખર આઝાદ પાર્ક (આલ્ફ્રેડ પાર્ક) | Chandra Shekhar Azad Park (Alfred Park) આ પાર્ક 1870 માં બનાવવામાં આવ્યો હતો અને 1931 માં સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદના શહીદ સ્થળ તરીકે પ્રખ્યાત છે. તે પહેલા આલ્ફ્રેડ પાર્ક તરીકે ઓળખાતું હતું, અને તે પ્રયાગરાજનું સૌથી મોટું પાર્ક છે, જ્યાં દર વર્ષે સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ યાદ કરવામાં આવે છે. (Photo Source: prayagraj.nic.in)
અશોક સ્તંભ | Ashoka Pillar અશોક સ્તંભ એ મૌર્ય સમ્રાટ અશોક દ્વારા સ્થાપિત ઐતિહાસિક સ્તંભ છે, જે ભારતીય સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્તંભ પર અશોકના ધાર્મિક સંદેશ કોતરેલા છે અને તે ભારતીય ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રયાગરાજમાં અશોક સ્તંભ એક મુખ્ય આકર્ષણ છે, જે જોવું તમારા માટે એક રસપ્રદ અનુભવ હશે. (Photo Source: prayagrajonline.in)
ઓલ સેન્ટ્સ કેથેડ્રલ | All Saints Cathedral ઓલ સેન્ટ્સ કેથેડ્રલ, જેને સ્ટોન ચર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગોથિક શૈલીનું ચર્ચ છે, જે બ્રિટિશ કાળનો ઐતિહાસિક વારસો છે. આ ચર્ચ પ્રયાગરાજના મુખ્ય સ્થળોમાંનું એક છે, જે તેના સ્થાપત્ય અને ધાર્મિક મહત્વ માટે પ્રખ્યાત છે. (Photo Souce: tourmyindia.com)
અલ્હાબાદ હાઈકોર્ટ | Allahabad High Court અલ્હાબાદ હાઈકોર્ટ, 1866માં સ્થપાયેલી, ભારતની સૌથી જૂની હાઈકોર્ટમાંની એક છે. ભારતમાં ન્યાયિક ઇતિહાસના દૃષ્ટિકોણથી તે મહત્વપૂર્ણ છે અને તેની અદભૂત સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસો પણ જોવા લાયક છે. (Photo Source: livelaw.in)