મેટ્રો ટ્રેન હવે અમદાવાદથી ગાંધીનગર વચ્ચે દોડશે, તસવીરોમાં જુઓ મેટ્રો સ્ટેશનનો જોરદાર નજારો
Ahmedabad-Gandhinagar Metro : અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવા ગણતરીના દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે મેટ્રો ના બીજા ફેજનો સેક્ટર-1થી શુભારંભ કરાવશે
Ahmedabad-Gandhinagar Metro, અમદાવાદ ગાંધીનગર મેટ્રો : અમદાવાદથી ગાંધીનગર મેટ્રો સેવા ગણતરીના દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે મેટ્રો ના બીજા ફેજનો સેક્ટર-1થી શુભારંભ કરાવશે. (Express Photo By Bhupendra Rana)
ગુજરાત અને ભારત સરકારે મળીને GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા બનાવેલી મેટ્રો રેલ નેટવર્કનો બીજો અમદાવાદ અને ગાંધીનગરને જોડશે. (Express Photo By Bhupendra Rana)
મેટ્રોના બીજા તબક્કાનો પ્રારંભ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં બેસીની ગિફ્ટ સિટીની મુસાફરી કરશે. પીએમ જ્યાંથી મેટ્રોનું ઉદ્ઘાટન કરશે તે ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશનની ઘણી ખાસ સુવિધાઓ છે. (Express Photo By Bhupendra Rana)
આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે, જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. (Express Photo By Bhupendra Rana)
મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે. (Express Photo By Bhupendra Rana)
ગુજરાતના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો તેમજ સામાજિક અને પર્યાાવરણીય સુવિધાઓને દર્શાવવા માટે સ્ટેશનો પર કલાકૃતિઓ દોરવામાં આવી છે. (Express Photo By Bhupendra Rana)
આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. (Express Photo By Bhupendra Rana)
એપીએમસી(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થાય છે, જેનો ખર્ચ માત્ર 35 રૂપિયા રહેશે. (Express Photo By Bhupendra Rana)
મુસાફરોની સલામતી માટે ઈમરજન્સી ટેલિફોન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ , પેસેન્જર્સ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. દિવ્યાંગ વ્યક્તિ પણ મેટ્રોની સુવિધાનો લાભ લઈ શકે તે માટે રેમ્પ અને વ્હીલચેરની સુવિધા પણ કરવામાં આવી છે. (Express Photo By Bhupendra Rana)