-
મોરબીમાં 30 ઓક્ટોબર રવિવારની સાંજે એક મોટી દુરઘટના સર્જાઇ. મોરબી શહેરનો જગવિખ્યાત મચ્છુ નદી પર બનાવેલો ઝૂલતો પુલ તૂટી જતાં 132 લોકોના મોત નીપજ્યાં હોવાનો અહેવાલ છે. જોકે અત્યાર સુધીમાં 175 લોકોનું રેસ્કયુ કરાયું છે તેમજ હજુ પણ આ બચાવ કામગીરી શરૂ છે. ઉલ્લેખનીય છે કે, આ પુલ પર 400થી વધુ લોકો હાજર હતા.
-
મોરબીના ઝુલતા બ્રિજની હોનારતમાં બચાવ અને રાહત કામગીરી માટે ભારતીય નૌકાદળના 50 જવાનો સાથે NDRFની 3 પ્લાટુન, એરફોર્સના 30 જવાનો અને ભારતીય આર્મીના જવાનોની 2 કોલમ અને ફાયર બ્રિગેડની 7 ટીમો રાજકોટથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા રવાના થયા હતા.
-
મોરબી બ્રિજ પર દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, ત્યારે તમને જણાવી દઈએ કે, પાંચ દિસ પહેલા એટલે કે, બેસતા વર્ષના દિવસે જ મુલાકાતીઓ માટે ઝુલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજ આમતો વર્ષો જુનો છે, પરંતુ ઘણા સમયથી તેના પર અવર-જવર બંધ હતી, પરંતુ તેનું રિનોવેશન કર્યા બાદ નવા વર્ષે જ ખુલ્લે મુકવામાં આવ્યો હતો.
-
ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ કહ્યું કે, ખાનગી કંપનીએ પુલનું રિનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે? તેની ગુણવત્તા ચકાસ્યા વગર આવું કરી શકાય નહીં. હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જો પુલના કામમાં બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
-
પીએમ મોદીએ મોરબી દુર્ઘટના પર કહ્યું કે, મોરબી ખાતે થયેલી દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તો પીએમઓ તરફથી મોરબી દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી તો ઈજાગ્રસ્તને 50 હજારની જાહેરાત કરવામાં આવી છે.
-
મોરબીનો આ ઝૂલતો પૂલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે. 20મી ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
