માઉન્ટ આબુમાં વર્ષ 2025 નો સૌથી ઠંડો દિવસ, તાપમાન -5 ડિગ્રી નોંધાતા પ્રવાસીઓ ઠુંઠવાયા
Mount Abu temperature: અરવલ્લીના સર્વોચ્ચ શિખર ગુરુ શિખર ખાતે તાપમાન -5 નોંધાયું હતું જેના કારણે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર રોડ પર નાળાઓમાં બરફ જામી ગયો હતો.
માઉન્ટ આબુમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ફ્રિઝિંગ પોઈન્ટથી નીચે -5 સાથે રાજસ્થાનના માઉન્ટ આબુમાં આજે મંગળવાર 2025નો સૌથી ઠંડો દિવસ હતો. (Photos by Anil Aeran)
અરવલ્લીના સર્વોચ્ચ શિખર ગુરુ શિખર ખાતે તાપમાન -5 નોંધાયું હતું જેના કારણે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર રોડ પર નાળાઓમાં બરફ જામી ગયો હતો. (Photos by Anil Aeran)
ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર પશ્ચિમ ભારતમાં એકમાત્ર પર્વતીય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુની ખીણોમાં જોવા મળી હતી. થર્મોમીટરમાં પારો નીચો જવાને કારણે મંગળવારે ઠંડીનું જોર વધુ બનતાં સવારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. (Photos by Anil Aeran)
લોકોએ સૂર્યસ્નાનનો આનંદ માણ્યો હતો દિવસ દરમિયાન ચોખ્ખું આકાશ હોવાના કારણે લોકો પોતાના ઘરના ધાબા પર અને રસ્તાના કિનારે ઉભા રહીને તડકાની મજા માણતા જોવા મળ્યા હતા. ઠંડીથી બચવા માટે લોકોએ ભારે વૂલન કોટમાં લપેટીને ચાની ચૂસકી લઈને પોતાને ગરમ કર્યા હતા. લોકોએ દૂધ, કોફી, મગફળી વગેરે જેવી ગરમાગરમ વાનગીઓનો પણ આશરો લીધો હતો. દિનચર્યા મોડી શરૂ થતાં ધંધાકીય સંસ્થાઓ પણ મોડી ખુલી હતી. (Photos by Anil Aeran)