મોરબી પુલ દુર્ઘટનાઃ પીએમ મોદી પહોંચે એ પહેલા NCP નેતા રેશ્મા પટેલનો વિરોધ, પોલીસે મોંઢું દબાવી અટકાય કરી
NCP leader Reshma Patel detained : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે એ પહેલા જ એનસીપી નેતા રેશ્મા પટેલ પણ તેમનો વિરોધ કરવા માટે મોરબી પહોંચી ગયા હતા. જોકે, પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. અટકાયત કરતા સમયે પોલીસે રેશ્મા પટેલનું મોંઢુ દબાવી દીધું હતું.
મોરબી દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમાવી દીધો છે. આ દુર્ઘટનાએ 134 લોકોના મોત થયા છે. પોતાના સ્વજનો ગુમાવવાના દુઃખમાં અનેક પરિવારજનોની આંખમાંથી આંસુ સુકાતા નથી. તો બીજી તરફ આ મુદ્દાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. રાજકિય નેતાઓ સત્તાધારી પક્ષ ઉપર આરોપો લગાવી રહ્યા છે. ત્યાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાત લેવા પહોંચી ગયા છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે એ પહેલા જ એનસીપી નેતા રેશ્મા પટેલ પણ તેમનો વિરોધ કરવા માટે મોરબી પહોંચી ગયા હતા. જોકે, પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. અટકાયત કરતા સમયે પોલીસે રેશ્મા પટેલનું મોંઢુ દબાવી દીધું હતું. પોલીસની આ પ્રકારની અટકાયત કરવાની રીત સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે. (Express photo by Nirmal Harindran)
બેસતા વર્ષે લોકો માટે ખુલ્લો મુકાયેલા મોરબીનો ઝુલતો પુલ રવિવારે સાંજના સમયે તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત નીપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. બ્રિજ ઉપર આ સમયે 400થી વધારે લોકો હાજર હતા. પોલીસે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરી છે. અને આગળની તપાસ ચાલું છે. (Express photo by Nirmal Harindran)
ગુજરાત સરકારના અધિકારીઓ મંગળવારે સવારે બ્રિજ બનાવતી કંપનીની ઓફિસે પહોંચ્યા હતા અને આ મામલે પૂછપરછ કરી રહ્યા હતા. આરોપી કંપની વિરુદ્ધ આઈપીસીની કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. (Express photo by Nirmal Harindran)
સોશિયલ મીડિયા ઉપર પણ રાજ્ય સરકાર અને મોરબી નગરપાલિકાની બેદરકારી ઉપર આરોપ અને પ્રશ્નો થઈ રહ્યા છે. બીજી તરફ દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનાર પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. (Express photo by Nirmal Harindran)