Luana Alonso Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં પેરાગ્વેની 20 વર્ષીય સ્વિમર લુઆના એલાન્સો પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં આવી છે. એવા રિપોર્ટ છે કે તેની સુંદરતાના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી પરત મોકલી દેવામાં આવી છે. (Pics - luanalonsom Ista)
કહેવામાં આવી રહ્યું છે કે તેની વધારે પડતી સુંદરતાના ટીમના બાકી ખેલાડીઓનું ધ્યાન ભટકાવી રહી હતી. સનના રિપોર્ટ પ્રમાણે લુઆના પોતાની ટીમના સાથીઓનો ઉત્સાહ વધારવાના બદલે ડિઝનીલેન્ડ પેરિસ જવા માટે સંતાઇને જતી રહી હતી. (Pics - luanalonsom Ista)
ડેલી મેલના એક રિપોર્ટમાં એમ પણ કહ્યું હતું કે તે પોતાના સાથી ખેલાડીઓની સામે ટુંકા વસ્ત્રોમાં ફરી રહી હતી અને અન્ય અથ્લેટ્સ સાથે તેના સંબંધો બની ગયા હતા. એથ્લેટને આપવામાં આવતી આધિકારિક કીટના બદલે તે વિલેજમાં પોતાના કપડા પહેરી ફરતી હતી. (Pics - luanalonsom Ista)
જોકે એલોન્સોએ સોશિયલ મીડિયા પર એ દાવાને ફગાવી દીધો છે કે તેને ઓલિમ્પિક વિલેજમાંથી સસ્પેન્ડ અથવા દૂર કરવામાં આવી હતી. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે સ્વેચ્છાએ પેરિસ છોડવાનો નિર્ણય લીધો હતો. (Pics - luanalonsom Ista)
એલોન્સોએ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું માત્ર સ્પષ્ટ કરવા માંગતી હતી કે મને ક્યારેય બહાર કાઢવામાં આવી નથી અથવા ક્યાંયથી હાંકી કાઢવામાં આવી નથી, કૃપા કરીને ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરો. હું કોઈ નિવેદન આપવા માંગતી નથી પરંતુ હું જૂઠાણાને મારા પર અસર કરવા દઈશ નહીં. (Pics - luanalonsom Ista)
20 વર્ષીય એલાન્સો 100 મીટર બટરફ્લાય સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી અને ત્યારબાદ તેણે સ્વિમિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આ પછી આવી વાત સામે આવી હતી. (Pics - luanalonsom Ista)