PM Narendra Modi Gujarat Visit : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ જામનગર (Jamnagar) માં સોલાર પ્લાન્ટ (Solar Plant) અને અમદાવાદ (Ahmedabad) માં વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
સમગ્ર શહેરમાં પોલીસ અને SPG કમાન્ડો અને ડોગ સ્ક્વોડ દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. સર્કિટ હાઉસ ખાતે ડોગ સ્કવોર્ડનો સ્ટાઈકર ડોગ ડ્યૂટીમાં જોડાયો. આ ડોગ જામનગર પોલીસમાં છે. સ્ટાઈકર ડોગ પોતાની કામગીરીથી ફેમસ પણ થયો છે. આજે ડોગ સ્કવોર્ડ સાથે સ્ટાઈકર સર્કિટ હાઉસ ખાતે ડુયટી બજાવતો જોવા મળ્યો છે
પીએમ મોદી જામનગર ખાતે રૂપિયા 1462 કરોડના ખર્ચે કરવામાં આવેલ અને આવનાર 9 વિકાસ કલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સોલાર પ્લાન્ટ, સહિત વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.