પીએમ નરેન્દ્ર મોદીએ દેશને આપ્યુ નવું નજરાણુ, ઓસ્ટ્રેલિયાના સિડની ઓપેરા હાઉસથી પણ વિશાળ છે દિલ્હીનું ITPO કોમ્પ્લેક્સ, ફોટામાં જુઓ નવા સંકુલની ભવ્યતા
PM Narendra modi inaugurates ITPO Complex : પીએમ મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવા ITPO કોમ્પ્લેક્સ ઉદ્ઘાટન પૂજા-હવન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ 7000 બેઠક ક્ષમતા ધરાવતું સંકુલ્ ઓસ્ટ્રેલિયાના આઇકોનિક સિડની ઓપેરા હાઉસ કરતા પણ વિશાળ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ પ્રગતિ મેદાનના સુધારેલા ITPO સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. આશરે 123 એકરનો કેમ્પસ વિસ્તાર ધરાવતું આ સંકુલ આગામી ભારતના G20 નેતાઓની બેઠકોનું આયોજન કરશે. અહીંયા કન્વેન્શન સેન્ટર પણ છે જ્યાં એક સાથે 7,000 વ્યક્તિઓ બેસી શકે છે! આમ તે ઓસ્ટ્રેલિયાના આઇકોનિક સિડની ઓપેરા હાઉસ કરતા પણ મોટું છે, કારણ કે તેની બેઠક ક્ષમતા આશરે 5500 વ્યક્તિની છે. ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અજાયબી સમાન આ ભવ્ય ઇમારતને જોઇ વિદેશને પણ ભૂલી જશો. (ફોટો: પીઆઈબી ઈન્ડિયા)
વિશ્વના પ્રીમિયર એક્ઝિબિશન અને કન્વેન્શન કોમ્પ્લેક્સમાં, પુનઃવિકાસિત અને આધુનિક IECC કોમ્પ્લેક્સે ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે તેની નોંધપાત્ર આવરી લેવામાં આવેલી જગ્યા દર્શાવતા, ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. (તસવીર: પીઆઈબી ઈન્ડિયા)
G20 નેતાઓની બેઠક અહીં યોજાશે તેને ધ્યાનમાં રાખીને, અહીંયા 5,500 થી વધુ વાહનનું પાર્કિંગ થાય તેવી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. (તસવીર: પીઆઈબી ઈન્ડિયા)
આ ITPO સંકુલ હવે જર્મનીમાં હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંઘાઈમાં નેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (NECC) જેવા વિશાળ સ્થળોની હરોળમાં આવી ગયું છે. (તસવીર: પીઆઈબી ઈન્ડિયા)