PM Modi At Ram Temple: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભક્તિ રૂપ
PM Narendra Modi At Ral Lalla Pran Pratishtha Ayodhya: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીના ટ્રેડિશનલ લૂકની ચર્ચા થઇ રહી છે.
અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થયા છે. વર્ષોથી જે ક્ષણની રાહ જોવાઇ રહી હતી તે ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ લલ્લાની સ્થાપના થઇ હતી. (Photo - Social Media)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાની પૂર્ણ ભક્તિ-ભાવ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પીએમ મોદીએ ભારતના પરંપરાગત વસ્ત્રો ધારણ કર્યા હતા. (Photo – Social Media)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીના ટ્રેડિશનલ લૂકની ચર્ચા થઇ રહી છે. (Photo – Social Media)
ધોતી - કુર્તામાં પીએમ મોદીનું ભક્તિ રૂપ વડાપ્રધા નરેન્દ્ર મોદીએ લાઇટ પિસ્તા કલરનો ગોલ્ડન કુર્તો પહેર્યો હતો. પિસ્તા કલરની કુર્તાની સાથે તેમણે ક્રીમ રંગની ધોતી પહેરી હતી. તેમણે કુર્તાની ઉપર પેસ્ટલ કલરની ગોલ્ડન કોટી પણ પહેરી હતી. આ ટ્રેડિશનલ લૂકને પરફેક્ટ કરવા માટે તેમણે ગળામાં લાઇટ વ્હાઇટ કલરનું ઉપવસ્ત્ર ધારણ કર્યુ હતુ. (Express Photo)
વડાપ્રધાને અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પૂજા કરતી કરી હતી. તે દરમિયાન તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. (Photo - Social Media)
પીએમ મોદીએ કપાળ પર તિલક લગાવ્યું હતું. તેના હાથમાં નાડાછડી અને કાળો દોરો બાંધવામાં આવ્યો હતો. તેણે પોતાના ખિસ્સામાં ચમકતી પેન પણ રાખી હતી. લોકો પીએમ મોદીના વસ્ત્રોના વખાણ કરી રહ્યા છે. (Express Photo)
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લાનીને દંડવત પ્રણામ કર્યા હતા. જે પ્રભુ રામ પ્રત્યે તેમની ભક્તિને દર્શાવે છે. રામ લલ્લાને સાક્ષાત દંડવત પ્રણામ કરતા પીએમ મોદીનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. (Photo - Social Media)
PM મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમઓએ હેલિકોપ્ટરથી શૂટ કરાયેલ અયોધ્યા રામ મંદિરનો વીડિયો શેર કર્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી છેલ્લા કેટલાક દિવસોથી માત્ર નારિયેળ પાણી પીતા હતા. (Photo - Social Media)
તમને જણાવી દીઇયે કે, અયોધ્યા રામ મંદિર પ્રામ પ્રતિષ્ઠા અનુષ્ઠાનને લઇ વડાપ્રધાન નરેન્દ્ર છેલ્લા એક સપ્તાહ રામાયણ સાથે સંબંધિત દક્ષિણ ભારતના વિવિધ મંદિરોના દર્શન કરી રહ્યા હતા. અહીંયા તેમણે વિવિધ મંદિરોમાં પૂજા - અર્ચના કરી હતી. (Photo - @narendramodi)