-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો. આ નવીન ટ્રેન કેપીટલ રેલવે સ્ટેશન, ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે
-
પીએમ મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશનથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું તલસ્પર્શી નિરીક્ષણ કરીને ગાંધીનગરથી અમદાવાદ સુધી ટ્રેનની સફર માણી હતી
-
વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન પીએમ મોદીએ રેલવે કર્મચારીઓ પાસે ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નીક, સ્વદેશીની મદદથી કેવી રીતે અકસ્માત રોકી શકાય છે તે અંગે, તથા સેમી-હાઇ સ્પીડની માહિતી, તથા અન્ય સુવિધા અંગે માહિતી મેળવી હતી
-
ટ્રેનમાં ચાલુ મુસાફરી દરમિયાન રસ્તામાં પ્રજાનું અભિવાદન ઝિલ્યું
-
પીએમ મોદીએ રેલવે સ્ટેશન પર મહિલા દ્વારા ચાલતા સ્ટોલની પણ મુલાકાત લીધી
-
પ્રધાનમંત્રીએ વંદે ભારત ટ્રેનના એન્જીન કેબિનમાં જઈ ટ્રેનના પાયલોટ પાસે જઈ માહિતી મેળવી
