Potato Using Skin Care Tips | બટાકા નો સ્કીન માટે આ રીતે કરો ઉપયોગ, ઘણી સમસ્યાથી મળશે છુટકારો
Potato Using Skin Care Tips | બટાકા ઘરેજ તમારા રસોડામાં ઉપલબ્ધ છે તે અન્ય વસ્તુનો ઉપયોગ કરીને ગ્લોઈંગ સ્કિન અને સ્કિનની સંભાળ રાખી શકો છો, બટાકા જાદુઈ અસર બતાવે છે અહીં બટાકા (Potatoes) નો ઉપયોગ દ્વારા સ્કિન કેરની ટિપ્સ શેર કરી છે,
સુંદર અને ગ્લોઈંગ સ્કીન કોને પસંદ નથી ! સુંદર દેખાવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે, જેમ કે મોંઘી ક્રીમ, કોસ્મેટિક્સ અને પાર્લરનો પણ સહારો લેવામાં આવે છે પરંતુ એમાં ઘણા પૈસા ખર્ચાઈ જાય છે અને સ્કિનમાં એટલો ફર્ક પડતો નથી પરંતુ એના બદલે તમે ઘરેજ તમારા રસોડામાં રહેલ વસ્તુનો ઉપયોગ કરીને ગ્લોઈંગ સ્કિન અને સ્કિનની સંભાળ રાખી શકો છો, એમાં બટાકા જાદુઈ અસર બતાવે છે અહીં બટાકા (Potatoes) નો ઉપયોગ દ્વારા સ્કિન કેરની ટિપ્સ શેર કરી છે,
બટાકા મધ માસ્ક : નાના બટાકાને બાફી શકાય છે. તેમાં એક ચમચી મધ ઉમેરીને મિક્સ કરી શકાય છે. તેને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો.
બટાકા હળદર પાવડર ફેસ માસ્ક : બટાકાને છીણી લો. તેમાં એક ચપટી હળદર પાવડર ઉમેરીને મિક્સ કરી શકાય છે. ટેન થયેલ સ્કિન પર તેને લગાવો અને 15 મિનિટ માટે છોડી દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ ટેન દૂર કરવામાં મદદ કરશે.
બટાકા ટુકડા : બટાકાને રાઉન્ડમાં કાપી શકાય છે. તમારી આંખો બંધ રાખો અને આ ટુકડાઓને તમારી આંખો પર 15 મિનિટ સુધી આરામ કરો. તે આંખોની આસપાસ સોજા અને ડાર્ક સ્પોટ્સને ઘટાડવામાં મદદ કરે છે.
બટાકા લીંબુ સ્ક્રબ : છીણેલા બટાકામાં લીંબુના રસના થોડા ટીપા નાખીને મિક્સ કરી શકાય છે. તેને ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરી શકાય છે. 10 મિનિટ પછી ધોઈ લો. લીંબુ કુદરતી બ્લીચિંગ એજન્ટ છે.