PM modi in Parliament Photos : સંસદમાં પીએમ મોદીના 13 હાવભાવ : 50 વખત લીધું કોંગ્રેસનું નામ, 18 વખત કહ્યું મણિપુર
PM Narendra Modi Parliament speech : પીએમ મોદીએ 2 કલાક 12 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાના અલગ અલગ હાવભાવ જોવા મળ્યા હતા. આ પૈકી વડાપ્રધાન મોદીના 13 હાવભાવ ઉપર નજીર કરીએ.
PM modi No Confidence Motion Speech : કેન્દ્રની મોદી સરકારે 10 ઓગસ્ટે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો છે. વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર સૌથી અંતમાં વડાપ્રધાને જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ 2 કલાક 12 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાના અલગ અલગ હાવભાવ જોવા મળ્યા હતા. આ પૈકી વડાપ્રધાન મોદીના 12 હાવભાવ ઉપર નજીર કરીએ. (Photo- lok sabha tv)
પીએમ મોદીએ પોતાના આશરે સવા બે કલાકના ભાષણમાં સૌથી વધારે 50 વખત કોંગ્રેસનું નામ લીધું હતું. 26 વખત જનતા અને 20 વખત સરકાર શબ્દનો ઉપયોગ કર્યો હતો. (Photo- lok sabha tv)
વડાપ્રધાને 8 વખત બોદી તો 7 વખત ઇન્ડિયાનું નામ લીધું હતં. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એકવાર પણ સોનિયા અને રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો નહીં. (Photo- lok sabha tv)
પીએમ મોદીએ મણિપુરથી પોતાના ભાવનાત્મક સંબંધ હોવાની વાત કરતા આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકારે જ વાયુસેનાથી મણિપુરની નજતા ઉપર હુમલો કરાવ્યો હતો. (Photo- lok sabha tv)
પીએમ મોદીએ 2024માં પોતાની જીત નક્કી જણાવતા કહ્યું કે તેઓ સરકારમાં પરત ફરશે અને ભારતને દુનિયાની ત્રીજી સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બનાવશે. (Photo- lok sabha tv)
પીએમ મોદીએ પોતાના ભાષણમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર કોંગ્રેસ અને તેના સહયોગીઓના પરિવારવાદ પર ખુબ જ મજાક કરી હતી. (Photo- lok sabha tv)
પીએમ કહ્યું અવિશ્વાસ અને ઘમંડ તેમની નસોમાં છે. તે જનતાના વિશ્વાસને ક્યારે જોઈ શકતા નથી. જે શાહમૃગ એપ્રોચ છે. એટલા માટે દેશ શું કરી શકે છે. (Photo- lok sabha tv)